________________
જનતાની આગળ આવીને
આ ગીત ગાવાને આવ્યો છું શ્રી પાર્શ્વપ્રભુના ચરણે નમી
વર્ધમાન” ઝુકતો લળી લળી સંવત ૨૦૪૯ ના ભાદરવા સુદી ચતુર્દશીએ
આ ગીત ગાઈ પાવન થઈએ ધન્ય ઘડીએ.
ગૌરીશંકર દુર્લભરામ (વડગામ વાળા)
જન ગુણ ગાયક, ભોજક, કેમિની ઉત્પત્તિ
જે વખતે આ નગરી (ભીનમાલ)નું નામ શ્રીમાલ નગર હતું તે વખતે શ્રીમાળી બ્રાહ્મણોની વસ્તી હતી. તે વખતે તેમાંનાં બે કુટુંબ. બન્ને સગા ભાઈ હતા. તે મહાન બુદ્ધિશાળી અને મહાન વિદ્વાન હતા. જેન મુનિઓ પાસે આવતા જતા હતા. અને તેમની પાસે જવાથી તેમને આનંદ આવતો હતો. અને એમને એમ લાગ્યું કે અમારા પુત્રો જેને મુનિઓ પાસે જાય અને વિદ્યા લે તો અમારા કરતાં પણ સારા વિદ્વાન થઈ શકે. તેથી તેમના બાળકોને જૈન મુનિ પાસે ભણવા મોકલતા અને તે બાળકો સારી રીતે અભ્યાસ કરવા લાગ્યા. તે સારો અભ્યાસ કરતા હતા અને જૈન ધર્મના બહ સારા પ્રેમી હતા. એટલે એમના ઉપર જૈન મુનિ મહારાજ બહુ પ્રેમ કરતા હતા. એ છોકરાઓ દિવસે દિવસે સારા બુદ્ધિશાળી થતા ગયા. એ બાળકો શ્રીમાળી બ્રાહ્મણ સાથે ઘણી વાર શાસ્ત્રાર્થ કરતા. એનાથી શ્રીમાળી બ્રાહ્મણોને લાગ્યું કે આ અમારા કરતાં પણ ભવિષ્યમાં મહાન પંડિત થઈ જશે એટલે તે બાળકોના પિતાઓ હતા તેમના ઉપર દબાણ કર્યું કે તમે લોકો તમારા દિકરાઓને જૈન મુનિઓ પાસે અભ્યાસ કરાવો છો તેથી તમે વટલી ગયા છો એટલે તમોને નાત બાર કરવામાં આવે છે. અને નાતમાં આવવું હોય તો નાતમાં જમણ અને દંડ આપો.
એ બન્ને વડીલે શ્રીમાળી બ્રાહ્મણોને દંડ તથા એક જમણ આપ્યું અને સમાજમાં પાછા આવ્યા છતાં બી તેમને જૈન મુનિઓ
૧૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org