________________
સમ્યગ્દર્શન
(૨૨) અક્રિયા મિથ્યાત્વઃ– અક્રિયાવાદી કહે છે
-
આત્મા એ જ પરમાત્મા છે, ને પરમાત્મા અક્રિય છે, માટે આત્મા પણ અક્રિય છે. તેથી આત્માને પુણ્યપાપની ક્રિયા કશી લાગતી નથી કારણ કે પણ ક્રિયા તા જડ શરીર કરે છે.' આવી ખાટી પ્રરૂપણા કરી સેવર નિર્જરા રૂપી જપતપ–દયાનાદિ ક્રિયાના નિષેધ કરે છે; એટલું જ નહિ પણ જે પુણ્ય-પાપના ભ્રમમાં પડી આત્માને દુઃખી કરે છે, અર્થાત્ ભાગવિલાસથી વચિત રાખે છે ને ભુખ તરસ વેઠી, બ્રહ્મચર્ય પાળી આત્માને દુઃખી કરે છે, તે બધા નરકમાં જાય છે. આવા ડર બતાવીને ખાળભેળા લેાકેાને ભ્રમમાં નાખી ૐ છે. આ અક્રિયા મિયાત્વ છે.
.
હવે જો ક્રિયાનુ` કરનાર જડ શરીર જ હોય ને શરીરની ક્રિયાથી આત્માને કશું શુભાશુભ કર્મી અંધાતું ન હોય, તો પછી જીવ ચાલ્યા ગયા પછી મડદું ખની ગયેલું શરીર કેમ કંઈ બોલવા-ચાલવા આદિ ક્રિયા કરતુ નથી; તેના તેમની પાસે કાઈ જવાબ નથી. વાસ્તવિક રીતે પ્રત્યક્ષ જોઈ એ છીએ કે જીવ (આત્મા) વગરનું નિવ શરીર કોઈ ક્રિયાને કરી શકતું નથી; એટલે જ સિદ્ધ થાય છે કે શરીર સગે રહેલા આત્મા જ પૂ - સંચિત શુભાશુભ કર્મના ઉય અનુસાર બધી ક્રિયા કરે છે તેથી આત્મા સક્રિય છે, આ વાત શ્રી ઠાણાંગ સૂત્ર સ્થાન ૧૦ સૂત્ર ૯૪૭ તંથા શ્રી પ્રર્રાપના સૂત્ર ૪ ૧૩માં ઇસ પ્રકારના જીવ પરિણામ કહી જિનેશ્વર બતાવી છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org