________________
३४६
સમ્યગદર્શન. સૌથી ઉપરના માળે ઘરદેરાશર બનાવેલું. એકવાર તે શેડ. કઈ જળાશય પાસેથી પસાર થતા હતા કે એક નાને કાચબે પાણીમાંથી ઉછળીને તેમને વળગી પડયો. શેઠે બે. ત્રણ વાર તે પાણીમાં પાછો ફેકી દીધે, પણ ફરી ફરીને વળગે, એટલે સાથે લઈ આવ્યા ને ઉપરના મજલે રાખે. પછી દિવસો જતાં નિરીક્ષણ કર્યું કે તે કાચબે સુર્યોદય પહેલા ને સુર્યાસ્ત પછી કંઈ લેતું નથી. કેઈ સાધુ સાધ્વી શેઠને ત્યાં પધારવાના હોય તે તે તેમના બંગલે પધારે. નહિ ત્યાં સુધી કશું લે નહિ; પછી ભલેને બપોર થઈ જાય. સાધુ સાધ્વીજી આવી ગયા પછી જ લે. તે તે જીવને કેવી રીતે ખબર પડી જતી હશે કે આજ સાધુ સાધ્વીજી પધારવાના છે? વળી કોઈપણ નવકાર મંત્ર સંભળાવે તે ડેક બહાર કાઢી લાંબી કરીને સાંભળે. જ્યાં સુધી નવકારમંત્રનું રટણ થયા કરે, ત્યાં સુધી સાંભળ્યા કરે, બંધ થાય કે તરત જ ડેક અંદર લઈ લે, આથી અનુમાન થાય કે પૂર્વભવે તે જીવે જૈનધર્મની આરાધના કરી હશે; અને કંઈક વિરાધના થઈ જવાથી તિયચપણને પામ્યો હશે, જેનું તેને મરણ થતાં તેના પશ્ચાતાપ રૂપે પશુના. જીવનમાં પણ થઈ શકે તેટલી ધર્મ આરાધના કરવાના. ભાવ થવાથી આ પ્રમાણે વર્તતે હશે. તે પ્રમાણે બેરીવલી. ઉપાશ્રયે એક કુતરે હંમેશા વ્યાખ્યાન સાંભળવા પાટ પાસે આવીને બેસતે. તે મૃત્યુ પામે ત્યારે ત્યાંના શ્રાવકોએ મનુષ્યની જેમ તેનો અગ્નિસંસ્કાર કરે. અઢી : દ્વીપની બહાર તે અસંખ્યાત તિર્યંચે શ્રાવકના પાંચમા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org