________________
આ પહેલે માળ, મેરી બધી અગાશી સાથેને સ્વતંત્ર કાઢી આપેલ ને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરેલ. જમવા કરવાની ઘણી સારી સંભાળ તેમના પૂ. માતુશ્રી સુભદ્રાબેન ખૂબ વાત્સલ્યભાવથી લેતાં, અને તેમના શ્રીમતિ પન્નાબેન અને તેમના બહેન ચિ. અલકાબેન બધી સગવડ સાચવતા. સુભદ્રાબેનની વત્સલતા તે ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમને ત્યાં રહીને અનુભવ કરીએ તો જ અગાઉના સમયમાં આતિથ્વભાવનું જે વર્ણન ને મહિમા બતાવ્યા છે, તેને ખ્યાલ આવે. ખૂબ મહેમાનગતી માણું તે બદલ તેમને સહુને ખૂબ આભાર માનું છું.
ગ્રંથનું સુઘડ પ્રકાશન ઝડપથી કરી દેવા બદલ શ્રી બીપીન ભાઈ, કનુભાઈ તથા સુનિલભાઈ શાહને તથા પ્રેસના સ્ટાફને ખુબ આભાર માનું છું, - તદુપરાંત જેમણે પણ આ ગ્રંથના પ્રકાશનમાં સગ - આપેલ હોય તે સર્વને આભાર માનું છું. - વડાદરા.
રસિકલાલ છગનલાલ શેઠ પ્રસ્તાવના
આ ગ્રંથના ભાવ મુખ્યત્વે પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ દેશનારૂપ શ્રી - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા મોક્ષમાર્ગ નામના અધ્યયનને આધાર લઈ વર્ણવ્યા છે. જે નીચેના ક્રમે લીધા છે.
આ ગ્રંથ સમ્યગદર્શન વિષેને છે, તેથી સમ્યગદર્શનની યાચના - કરતા લેકરૂપે મંગલાચરણથી શરૂઆત કરીને ગ્રંથની શરૂઆત તેની વ્યાખ્યાની ગાથા ૧૪ અને ૧૫ થી કરી છે. ચૌદમી ગાથામાં નવતત્વના નામ અનુક્રમે આ પ્રમાણે જિનેશ્વરે કહ્યા છે :*(૧) જીવ (૨) અજીવ (૩) બંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) અસવ (૭) સંવર (૮) નિર્જરા અને (૮) મેક્ષ. નામ સાથે તેના અર્થ અને ટુંક વિવરણ આપ્યું છે. આ નવતત્વના ભાવોની શ્રદ્ધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org