________________
૨૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈનતત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવા રૂપ નથી; પણ મનન કરવા રૂપ છે. અર્થ રૂપ કેળવણી એમાં છ છે તે યોજના બાળાવબોધ રૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે. આ એમને એક કકડે છે, છતાં સામાન્ય તત્ત્વ રૂપ છે.”
કોઈ પણ ઉપયોગી પુસ્તક માટે આ ઉત્તમ શિખામણ છે. હેય, રેય અને ઉપાદેયની કસોટી ઉપર ચઢાવીને પાનિયાં, માસિક કે અન્ય ગ્રંથમાળાઓ વાંચવાની ટેવ જે વાચકને પડે તે જીવનનો અમૂલ્ય વખત નિરર્થક અક્ષરે ઉકેલવામાં જતો ઘણે બચી જાય અને જેમાંથી વિશેષ ગ્રહણ કરવા યોગ્ય લાગે તેમાં તે વખતને ઉપયોગ અવશ્ય થાય.
મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ’ છે. તેમાં પણ પિતે જણાવ્યું છેઃ
કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવાયેગ્ય પુસ્તકો વાંચીને અમૂલ્ય વખત વૃથા ખાઈ દે છે; જેથી તેઓ અવળે રસ્તે ચઢી જાય છે, આલોકમાં અપકીર્તિ પામે છે; અને પરલોકમાં નીચ ગતિએ જાય છે.
તમે આ પુસ્તકને વિનય અને વિવેકથી ઉપયોગ કરજે. વિનય અને વિવેક એ ધર્મના મૂળ હેતુઓ છે.
તમને બીજી એક આ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં આવડતું ન હોય, અને તેઓની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેમને વાંચી સંભળાવવું.
તમારે આત્માનું આથી હિત થાય; તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે; તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ; એવી શુભ યાચના અહંત ભગવાન પાસે કરી આ પાઠ પૂરે કરું છઉં.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org