________________
ભાષાંતરે અને વિવેચને
એ ત્રણ પત્રમાં એવું સુંદર રીતે કર્યું છે કે સાંભળનારને કે વાંચનારને તે સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ તેના હૃદયમાં અચળ છાપ પડે, એવી અસાધારણ વિવેચનશક્તિ કોઈક જ ગ્રંથકારેમાં જોવામાં આવે છે. - સં. ૧૯૫૫ના ફાગણ માસમાં શ્રી. અંબાલાલભાઈએ વવાણિયા પત્ર લખી શ્રીમને પૂછાવ્યું હતું કે “આત્માનુશાસન'ના સેન્સેકેનું ભાષાંતર કાવિઠા છે તે ખંભાત મગાવી લેવું કે કાવિઠા રાખવું ? એ ઉપરથી શ્રીમદે આત્માનુશાસનનું ભાષાંતર પણ કાવિઠા નિવૃત્તિ અર્થે પધાર્યા ત્યારે શરૂ કરી સે લોકે સુધી એટલે ત્રીજા ભાગનું ભાષાંતર કરી દીધું હતું. પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું પણ શ્રીમદે શરૂ કર્યું હતું અને અનિત્ય અને અશરણ એ બે ભાવનાઓ પૂરી કરી સંસાર ભાવના વિષે થોડું લખ્યું છે. તેટલે અપૂર્ણ લેખ સ્વ. પૂજાભાઈ હીરાચંદ તરફથી ભાવનાસંગ્રહ સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયે છે તેમાં પ્રથમ પ્રગટ કરવામાં આવ્યું છે. એ લેખ વાંચનારમાંથી કોઈને ભાગ્યે જ એમ લાગે કે તે ભાષાંતર રૂપ હશે. વિચારપ્રવાહ મૂળ લેખકને વહે તેમ સ્વાભાવિક સરળ ભાષામાં તે લખાયેલ છે. વૈરાગ્ય રંગથી રંગાયેલાં એ ઓગણસ પાન એક વાર જેણે વાંચ્યાં હશે તે વારંવાર વાંચ્યા વિના નહિ રહ્યા હોય.
સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ શ્રીમદે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને “પંચાસ્તિકાય” ગ્રંથ પ્રસિદ્ધ છે. તેના પ્રથમ અધ્યાયમાં ૧૦૦ લોક છે અને બીજા અધ્યાયમાં ૫૮ શ્લોક છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ ગ્રંથ લખાય છે. તેના ઉપર ટીકા કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્ય ગાથાઓમાં અધ્યાહાર રાખેલો અર્થ ગરમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org