________________
પર
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
પ્રજાના મેાટા ભાગની ધર્મમાન્યતાના પક્ષ કરીને
ઉપર વસતી પ્રશ્ન પૂછે છેઃ
શિષ્યઃ હૈ! સદ્ગુરુ, આપે આત્મા હોવાનાં પ્રમાણ આપ્યાં તે ઊંડા ઊતરી વિચારતાં આત્મા નામનું તત્ત્વ હાવું જોઈ એ એવું લાગે છે. પરંતુ દેહની સાથે ઉત્પન્ન થતું અને દેહની સાથે નાશ ! પામતું તત્ત્વ હાવું જોઈ એ, એમ મને લાગે છે; તે સત્ય હશે ?
સદ્ગુરુઃ દેહ હોય ત્યાં જ આત્મા હોય અને દેહ વિના આત્મા ન રહી શકે એ પ્રકારના અવિનાભાવી સંબંધ દેહ અને આત્માને નથી. પણ દેહને આત્માની સાથે માત્ર સંયેાગ સંબંધ છે; વળી દેહુ જડ છે, ઇન્દ્રિયાથી જણાય તેવા રૂપી પદાર્થ છે, પાતે કંઈ દેખી શકતા નથી, માત્ર આત્માવડે દેખી શકાય તેવા દૃશ્ય પદાર્થ છે. તે પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે નાશ થયા તેના કાને અનુભવ થવા યેાગ્ય છે? એટલે ચેતનની ઉત્પત્તિ અને નાશ થાય છે એમ અનુભવ સિદ્ધ થતું નથી. ચેતનની ઉત્પત્તિ થઈ એમ જાણનાર ચેતનથી જુદે હોવા જોઈ એ; તેમજ ચેતન નાશ પામ્યું એમ જાણનાર પણ ચેતનથી જુદા હૈાવા જોઇએ પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થો તા જાણી શકતા નથી. તેથી ચેતનનાં ઉત્પત્તિ, લય કહેનાર સપ્રમાણ એટલતા હાય એમ લાગતું નથી.
શિષ્ય: બધી વસ્તુઓ જોતાં તે નાશ પામનારી, ક્ષણિક લાગે છે અને ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થા નજરે દેખાય છે; એ અનુભવ ઉપરથી પણ આત્મા નિત્ય તે જાતે નથી.
સદ્ગુરુઃ તને સંયેાગી પદાર્થો દેખાય છે, તે નાશ પામે છે એવા તને અનુભવ થાય છે. જેને સંયેાગ થયા છે, તેના વિયેાગ સંભવે છે. પરંતુ તું જે અનુભવ કરનાર છે અને સંચેાગાને જોનાર છે, તે આત્મદ્રતા સંયેાગેાથી ઉત્પન્ન થયેલું નથી; કેમકે જડ વસ્તુઓના સંયાગથી ચેતન ઉત્પન્ન થાય એવું કાઈ જગાએ કદી
.
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org