________________
૧૪
મુંબઈમાં મુનિસમાગમ
શ્રી. લલ્લુજી સ્વામી વિહાર કરતા કરતા સુરત ગયેલા તેમની સાથે શ્રી દેવકરણજી નામે તેમના શિષ્ય ગણાતા સાધુ હતા, તે વ્યાખ્યાનમાં બહુ કુશળ હતા. શ્રોતાઓ ઉપર તેમના વ્યાખ્યાનથી વૈરાગ્યપ્રેરક સચોટ અસર થતી. મુંબનિવાસી કેટલાક વ્યાપારી સુરતમાં આવેલા તેમણે શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળી મુંબઈ પધારવા તેમને વિનંતિ કરી. સુરતના ભાઈ એને સુરતમાં તેમને ચેમાસુ રાખવા વિચાર હોવા છતાં મુંબઇના ભાઇઓના વિશેષ આગ્રહથી મુંબઈમાં ચેોમાસુ નક્કી કરવા મહારાજશ્રી લલ્લુજીને વિનતિ કરી. ખંભાતથી તે વિષે આજ્ઞા મગાવી મુંબઈનું ચામાસુ નક્કી કરવામાં આવ્યું.
મુંબઈમાં શ્રી લલ્લુજી ગયા, ત્યારે શ્રીમના સમાગમ માટે તેમને ત્યાં ગયા. તે વખતે શ્રીમદે પ્રશ્ન કર્યોઃ “ તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું ? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા ઘેાડી જ હોય છે?''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org