________________
૨૯. ગુજરાત સમાચાર દૈનિક, અમદાવાદ ૨૧-૧૦-૨૦૦૨ના અંકમાં
પ્રકાશિત “સાઇબોર્ગ' વિષયક સમાચાર આ પ્રક્રિયાનો વિસ્તાર છે. ૩૦. ડૉ. સુધીર વી. શાહ, “મગજ અને જ્ઞાનતંતુના રોગો' પૃ. ૬-૮.
31. Tony Buzain, Use Your Head, Pages 16-17 ૩૨. રાજસ્થાન પત્રિકા (જયપુર) (દૈનિક), ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ રવિવારીય
પરિશિષ્ટ - કૈલાસ જૈન દ્વારા લિખિત લેખ “વંડર વિદ્યુત' - “વૈજ્ઞાનિકો માણસના શરીરમાં ઉત્પન્ન થનારી રહસ્યમય જૈવિક વિજળીની હજી સુધી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરી શક્યા નથી.” પ્રકૃતિની દરેક વસ્તુમાં વિદ્યુત આવેશ હોય છે. આ બહુ સામાન્ય વાત છે, પણ મોટેભાગે આ ગુણ બહુ સામાન્ય રીતે સામે આવે છે. કેનેડાના એક શહેરમાં રહેનાર મિહલા કેરોસીન બ્લેયર એક દિવસ ગંભીર રીતે બીમાર પડી. ઇલાજ કરવા છતાં તેની હાલત બગડતી ગઈ. એ લગભગ દોઢ વર્ષ સુધી ગંભીર રીતે બીમાર રહી અને પથારીમાં પડી રહી. એક વખત પોતાના પલંગની પાસે પડેલી લોખંડની ખુરશીને સ્પર્શ થઈ ગયો. ખુરશીનો સ્પર્શ થયો કે ખુરશીમાં વિજળીનો સંચાર થયો. પરિવારના લોકોએ એને મહામુશ્કેલી એ છોડાવી. બસ પછી તો આ સિલસિલો શરૂ થઈ ગયો. જેવી તે કોઈ ધાતુને અડતી કે તરત જ ચોંટી જતી. તપાસ કરતાં ખબર પડી કે કેરોસીન બ્લેયરના શરીરમાં વિદ્યુતપ્રવાહ આવતો રહેતો હતો. મજાની વાત તો એ થઈ કે જે દિવસે એના શરીરમાંથી વીજળી ગાયબ થઈ કે તે ફરી પાછી બીમાર પડી ગઈ. એક અન્ય ઘટના લંડનની છે. લંડનના સ્નાયુરોગ વિશેષજ્ઞ ડૉ. જૈન એસ. ક્રાફટને જણાવવામાં આવ્યું કે લંડનમાં જૈની ગર્ગન નામની એક મહિલાના શરીરમાં વીજળીનો કરંટ આવે છે. ડોક્ટરે એ યુવતીનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. જૈનીના ઘરે જઈને તેની સાથે હાથ મેળવવા હાથ લંબાવ્યો. જેની તો આ બાબતે બચવા ઇચ્છતી હતી. છતાં પણ ડૉક્ટરનો હાથ જૈનીને અડકી ગયો. ડૉક્ટર સાહેબ એક જોરદાર ઝટકો ખાઈને પડી ગયા. હોશમાં આવ્યા બાદ ડોક્ટરે સ્વીકાર્યું કે જેનીના શરીરમાં હજારો વોલ્ટની વિદ્યુત શક્તિ છે. એક દિવસ જૈની પોતાના મકાનની બહાર ઊભી હતી. એક નાળા વેચનારો ત્યાંથી પસાર થયો. જૈનીએ ના પાડી છતાં એણે એક તાળું જૈનીને બતાવવા
83
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org