________________
વ્યવહારમાં કોઈ અનિવાર્ય અપૂર્ણતાઓને કારણે થોડી ઘણી વિદ્યુત ઊર્જા ઉષ્મામાં પરિણત થઈ જ જાય છે. આના ફળ સ્વરૂપે ટ્યૂબ ગરમ તો નહીં, પણ જરાક જ નવશેકી થઈ જાય છે.
પ્રશ્ન : ધાતુના રૂપમાં પદાર્થ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પ્રકાશ શા માટે આપે છે?
ઉત્તરઃ બધા જ પદાર્થો ઉષ્મા-વિકિરણોનું (ઊર્જા)નું ઉત્સર્જન કર્યા જ કરે છે, જે વિદ્યુત-ચુંબકીય તરંગોના રૂપમાં બધા પદાર્થોમાંથી નીકળતું રહે છે. આના માધ્યમથી ઉષ્મા (ઊર્જા)નું રૂપાંતરણ થયા કરે છે. આ એટલા માટે થાય છે કે બધા પદાર્થોમાં વિદ્યુત-ભારવાળા કણ હોય છે અને જ્યારે આ વિદ્યુતભારવાળા યુક્તકણોને વેગ મળે છે, ત્યારે એ પદાર્થોમાંથી વિદ્યુતચુંબક તરંગોનું ઉત્સર્જન થાય છે. કારણ કે બધા પદાર્થોમાં પોતપોતાની ઉષ્મા-ઊર્જા રહેલી છે. એમાં રહેલા વિદ્યુત-ભારવાળા કણ નિરંતર ઉષ્માના કારણે થનારી ગતિ કર્યા કરે છે અને આ ઉષ્મા-પ્રેરિત પ્રવેગોને કારણે તે વિદ્યુત-ચુંબકીય તરંગોને ઉત્સર્જિત કર્યા કરે છે.
સામાન્ય તાપમાન પર ઉષ્મા-વિકિરણોના વિદ્યુત-ચુંબકીય તરંગોની કંપનઆવૃત્તિ ફ્રિકવન્સી) એટલી ઓછી થઈ જાય છે કે આપણને દેખાતી નથી, પણ
જ્યારે તાપમાન વધીને ૫૦૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે ત્યારે પદાર્થમાંથી એક આછું અજવાળું નીકળે છે. જ્યારે તાપમાન ૧000 ડિગ્રી સે. સુધી પહોંચે છે, ત્યારે એમાંથી પીળા રંગના કિરણોવાળા મીણબત્તીના અજવાળા જેવો પ્રકાશ નીકળે છે. જ્યારે તાપમાન ર૭૦૦ ડિગ્રી સે.ની આસપાસ પહોંચે છે. ત્યારે આ પ્રકાશ પીળા-સફેદ રંગના અજવાળાવાળો હોય છે, જેને આપણે બલ્બની લાઈટમાં જોઈએ છીએ. જો ૫૮૦૦ ડિગ્રી સે. સુધી તાપમાન થઈ જાય, તો સૂર્યના પ્રકાશ જેવું સફેદ અજવાળું નીકળશે.
પ્રશ્ન : બલ્બ લાઈટ કેવી રીતે કાર્ય કરે છે?
ઉત્તર : સામાન્ય બલ્બ લાઈટમાં ટંસ્ટનના એક બહુ જ પાતળા બેવડા ગૂંચળા વાળેલા તારમાં વિદ્યુત-પ્રવાહ વહે છે. જ્યારે વિદ્યુત-પ્રવાહમાં રહેલા વિદ્યુત-ભારવાળા કણો ફિલામેન્ટમાંથી પસાર થાય છે, ત્યારે તે ટંસ્ટન ધાતુના પરમાણુઓ સાથે નિયત સમયગાળે ટકરાય છે અને પોતાની ઊર્જા એ પરમાણુઓને આપ્યા કરે છે. આ પ્રમાણે વિદ્યુત-પ્રવાહની (વિદ્યુત) ઊર્જાથી ટંસ્ટનનું તાપમાન વધતા વધતા ૨૫૦૦ ડિગ્રી સે. સુધી પહોંચી જાય છે. (આ વિદ્યુત ઊર્જાનું તાપ-ઊર્જામાં પરિણમન થાય છે) આમ તો બધા પદાર્થ સામાન્ય
62
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org