SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ભાગ - જૈન દર્શન - આગમ અને અન્ય સાહિત્ય તથા વિજ્ઞાનમાં ઇલેક્ટ્રિસિટી, લાઈટિંગ તથા અગ્નિ. આ વિષયનું સૈદ્ધાંતિક વિવેચન. દ્વિતીય ભાગ – શંકા સમાધાન. આ ભાગમાં પ્રશ્નોત્તરના માધ્યમથી પ્રસ્તુત વિષયના સંદર્ભમાં જન્મેલી જિજ્ઞાસાઓનો જવાબ આપવાનો કે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. પરિશિષ્ટમાં પ્રકાશ સજીવતા-અજીવતાની મીમાંસા અંતર્ગત પક્ષ-વિપક્ષમાં ઉપલબ્ધ મંતવ્યોને પ્રસ્તુત કર્યા છે. જ્યાં અનેક લેખકો દ્વારા મૂળ વિષયથી વિષયાંતર કરીને આશંકાઓ રજૂ થઈ છે, એમની સમીક્ષા પણ અહીં જોઈ શકાશે. પ્રસ્તુત પુસ્તકના લેખનમાં મૂળ પ્રેરણા સ્રોત છે, – પરમશ્રદ્ધેય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી. સાથે યુવાચાર્યશ્રી મહાશ્રમણની મંગલભાવના તો ખરી જ. અમારા ધર્મસંઘના અનેક બહુશ્રુત મુનિશ્રીઓ સાથે હસ્તપ્રત વાચનનો અવસર મળ્યો ત્યારે એમના સૂચનોનો લાભ મળ્યો. સહુ પ્રતિ કૃતજ્ઞતાપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. ઈન્ટરનેટ આદિથી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં શ્રી હેમેન્દ્ર વકીલ (મુંબઈ), શ્રી શૈલેષ ઝવેરી (મુંબઈ) આદિનો મૂલ્યવાન સહયોગ મળ્યો છે. મારા સહયોગી મુનિદ્રય – મુનિ અજિતકુમારજી અને મુનિ અમૃતકુમારજી (બંને ઘણાં વર્ષોથી વર્ષીતપના આરાધક છે.) પ્રૂફવાચન આદિ કાર્યોમાં ઉપયોગી નિવડ્યા. જૈન વિશ્વભારતી સંસ્થાન (માન્ય વિશ્વવિદ્યાલય) દ્વારા પ્રકાશિત શોધ પત્રિકા તુલસી પ્રજ્ઞા ત્રિમાસિક)માં આ લેખો ક્રમશઃ પ્રકાશિત થઈ રહ્યા છે. જેમાં સંપાદિકા મુમુક્ષુ ડૉ. શાંતા જૈનનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જૈન વિશ્વભારતી પ્રકાશન વિભાગના શ્રી જગદીશજી આદિએ પણ ઉલ્લેખનીય શ્રમ કર્યો છે. સહુ પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરું છું. પ્રસ્તુત પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) અને ડૉ. યોગેન્દ્ર પારેખ દ્વારા થયો છે, અને અનેકાન્ત ભારતી પ્રકાશન (અમદાવાદ) દ્વારા તેનું પ્રકાશન થઈ રહ્યું છે. આશા છે કે વાચકો આ વિષયને સમજશે. - મુનિ મહેન્દ્રકુમાર VI Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy