________________
લેખકીય
જૈન પરંપરામાં તેઉકાય એટલે અગ્નિને સચિત પદાર્થ (કે સજીવ પદાર્થ)ના રૂપે ગણવામાં આવે છે, એટલે જ જૈન સાધુ માટે અગ્નિનો પ્રયોગ વર્જ્ય છે. વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીને પણ શું અગ્નિની જેમ તેઉકાય ગણીશું? આ પ્રશ્ન ચર્ચનીય છે. જૈન આગમો અને અન્ય ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં અગ્નિ એટલે કે તેઉકાયિક જીવોની વિસ્તૃત ચર્ચા ઉપલબ્ધ છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી રૂપે વિદ્યુતના વિષયમાં આ ચિંતન એટલા માટે આવશ્યક છે કે, પ્રાચીન યુગમાં ઇલેક્ટ્રિસિટીનો આવિષ્કાર થયો ન હતો. પ્રાચીન યુગમાં ઉપલબ્ધ ન હોય એવા પદાર્થોમાં સચિત-અચિતની મીમાંસાનો વિષય છે એમ કહી શકાય. આચારમીમાંસાની દૃષ્ટિએ આ વિષય પર વિચાર ત્યારે જ સંભવ છે, જ્યારે તત્ત્વતઃ આ ચિંતન થાય.
પ્રસ્તુત વિષયમાં ચિંતન કરવા માટે એક તરફ જૈન દર્શન, સાહિત્ય અને પરંપરાનું જ્ઞાન અપેક્ષિત છે, તો બીજી તરફ આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો અને અનુપ્રયોગોની પ્રામાણિક અને પૂર્વગ્રહરહિત જાણકારી પણ આવશ્યક છે. બંનેના તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનથી જ આ વિષય સ્પષ્ટ થાય છે. એનો અર્થ એમ ન કરી શકાય કે આપણે જૈન આગમોના પ્રામાણ્ય પર પ્રશ્નાર્થ ચિહન લગાડીએ છીએ. બલકે એમ કરવાથી આપણને આગમ પરંપરાઓના મંતવ્યોને વિશેષ રીતે સ્પષ્ટતાથી સમજવાની તક મળી.
હું પ્રારંભથી જ દર્શન અને વિજ્ઞાનના તુલનાત્મક અધ્યયનમાં રૂચિ રાખું છું. મુંબઈ વિશ્વ વિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાન તથા ગણિતમાં B.Sc.(Hons)માં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો, અને ત્યારબાદ જૈન દીક્ષા લીધી. આમ, ભૌતિક વિજ્ઞાનની મૂળભૂત અવધારણાઓ મને પહેલેથી હૃદયંગમ હતી. સદ્ભાગ્યે સંસારપક્ષીય સ્વ. પિતાશ્રી જેઠાલાલ ઝવેરી (મુંબઈ) એક ઇલેક્ટ્રિક એન્જિનિયર તથા એક મોટા ઈલેક્ટ્રિકલ ઉદ્યોગ (ભારત બિજલી લી.)ના સંસ્થાપક હોવાના કારણે આ વિષય પર એમનું પણ જૈન આગમ અને દર્શનમાં ગંભીરતાપૂર્વકનું પ્રામાણિક અધ્યયન. મેં પોતે તુલનાત્મક અધ્યયનના આધારે “વિશ્વ પ્રહેલિકા” નામનું પુસ્તક લખ્યું, જે ૧૯૬૯માં મુંબઈથી પ્રકાશિત થયું. અમે બંનેએ મળીને આ વિષયમાં વિશેષ અનુસંધાનરૂપ કેટલાંક પુસ્તકો આપ્યાં, જેમાં "Microcosmology Theory of Atom in Jain Philosophy and Modern
IV
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org