________________
પરિશિષ્ટ
૩૩૩
અસ્તિત્વવાળી પરિણામશક્તિ. ૨૦. કર્મબંધથી રહિત થવાથી પ્રગટેલી સહજ એવી સ્પર્શાદિ ગુણ
વિનાના આત્મપ્રદેશોવાળી અમૂર્તત્વશક્તિ. ૨૧. માત્ર જ્ઞાતૃત્વ પરિણામ સિવાયના સર્વ કર્મવડે કરાતા
પરિણામોથી વિરમેલી અકર્તૃત્વશક્તિ. ૨૨. માત્ર જ્ઞાતૃત્વપરિણામ સિવાયના સર્વ કર્મવડે કરાતા
પરિણામના અનુભવથી વિરમેલી અભદ્રુત્વશક્તિ. ૨૩. સંપૂર્ણ કર્મના અટકી જવાથી પ્રવર્તતી આત્મપ્રદેશોની
નિશ્ચલતારૂપ નિષ્ક્રિયત્વશક્તિ. ૨૪. સંસારમાં અનાદિકાલથી સંકોચવિસ્તારથી યુક્ત અને છેવટના
શરીરથી કંઈક ન્યૂન આકારે રહેલી તથા લોકાકાશ જેટલા
પ્રદેશરૂપ લક્ષણવાળી નિયતપ્રદેશત્વશક્તિ. ૨૫. ભિન્ન ભિન્ન સર્વ શરીરોમાં અનુક્રમે રહેવા છતાં માત્ર
આત્મદ્રવ્યરૂપે જ વ્યાપનારી એવી સ્વધર્મ વ્યાપકત્વશક્તિ. ૨૬. પોતાના ને પરના સમાન ધર્મ, અસમાન ધર્મ અને
સમાનઅસમાન ધર્મ એવા ત્રણ પ્રકારના ભાવને ધારણ
કરનારી સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણ ધર્મવશક્તિ. ૨૭. ભિન્ન ભિન્ન અનંત ધર્મોથી યુક્ત એક ભાવવાળી
અનંતધર્મવશક્તિ. ૨૮. તતુ અતતુ એવા પરસ્પર વિરોધ લક્ષણવાળી
વિરુદ્ધધર્મશક્તિ. ૨૯. પોતાના સ્વરૂપે થવારૂપ તત્ત્વશક્તિ. ૩૦. પરના સ્વરૂપે ન થવારૂપ અતત્ત્વશક્તિ. ૩૧. અનેક પર્યાયોમાં વ્યાપવા છતાં એક દ્રવ્યપણે રહેતી
એકત્વશક્તિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org