________________
શ્રી સમયસાર
૩૧૮
કે તમે કહો છો એ રીતે આત્મા નથી. અર્થાત્ આત્મા પોતાથી ભિન્ન એવા વિશ્વના કોઈ અન્ય દ્રવ્યરૂપે કે સમસ્ત વિશ્વરૂપે છે નહિ અને થતો પણ નથી. એ અપેક્ષાએ આત્મા અત્ પણ છે.
શાર્દૂલવિક્રીડિત
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छंदमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९ ॥
કોઈ અજ્ઞાની એકાંતવાદી વિશ્વ તે જ જ્ઞાન (આત્મા) છે એવી કલ્પના કરીને સર્વને પોતાના આત્મતત્ત્વની આશાએ જોતો અને એ રીતે વિશ્વરૂપ થઈને ગર્વિષ્ઠ બનેલો પશુ સમાન સ્વચ્છંદ ચેષ્ટા કરે છે; અને જે છે તે પોતાને રૂપે છે પરંતુ પરરૂપે તે નથી, એમ સ્યાદ્વાદ પૂર્વક જોનાર તો વિશ્વથી ભિન્ન અને (કેવલજ્ઞાનથી માત્ર પરને જાણવાની અપેક્ષાએ) લોકાલોકપ્રમાણ એવા તેના પોતાના સ્વરૂપને અનુભવે છે. (લશ ૨૪૯) (૩) સ્થાત્ ઃ- આત્મા દ્રવ્યથી જ્ઞાતાપણે એક છે.
કોઈ અજ્ઞાની એમ પ્રતિપાદન કરે છે કે જુદા જુદા શેયને જાણનાર આત્મા પણ ભિન્ન ભિન્ન અનેક છે. તેને અનેકાંતવાદી જ્ઞાની કહે છે કે જગતના સમસ્ત ભિન્ન ભિન્ન પદાર્થોને જાણવા છતાં આત્મા અખંડ એક જ્ઞાનાકાર છે.
શાર્દૂલવિક્રીડિત बाह्यार्थग्रहणस्वभाव भरतो विश्वग्विचित्रोल्लसज्ज्ञेयाकार विशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org