________________
| [૨] શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત, મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ‘કર્મ કહે છે.
નિઃશંક્તાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસરહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિગ્રંથ. નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું, જ્ઞાનીઓની વાણી “નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો !
પ્રકાશક - મનુભાઈ ભગવાનદાસ મોદી,
પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, વાયા આણંદ. મુદ્રક –
અમૃત પ્રિન્ટર્સ, કીકાભટ્ટની પોળના નાકે, ઘીકાંટા, અમદાવાદ-૧. ફોન : ૩૬૯૮૫ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org