________________
શાસ્ત્રાભ્યાસ
થઈને પ્રાગાભાઈ દરબાર નામના એક સરળ અને જિજ્ઞાસુ શ્રાવકને હંમેશાં વ્યાખ્યાનરૂપે ધર્મને ઉપદેશ આપતા. વકતૃવ-શક્તિ એમને સહજ રીતે જ વરેલી. એટલે પ્રાગાભાઈ પણ રસથી સાંભળતા.
એક વાર આવી જ રીતે તેઓશ્રી ઉપદેશ આપતા હતા, ત્યાં શ્રીગુરુ મ. કાંઈક કાર્ય પ્રસંગે તે તરફ આવી ચડ્યા. તેઓશ્રીને કાને શિષ્યને અવાજ સંભાળાયે. તેઓ કેઈને , ખબર ન પડે એ રીતે સાંભળવા ઉભા રહ્યા. થોડીવાર સાંભળીને તેઓ આશ્ચર્ય પામી ગયા. પિતાના શિષ્યની નૈસર્ગિક વસ્તૃત્વશક્તિ તેઓએ પારખી લીધી. તેઓશ્રીને લાગ્યું કેજે આને વ્યાખ્યાન વાંચવાની તક મળે, તે આગળ જતાં સુન્દર વ્યાખ્યાનકાર બને. અને તેઓ મનમાં કાંઈક નિર્ણય કરીને ત્યાંથી આસને પધારી ગયા.
જોતજોતામાં પર્યુષણા મહાપર્વના મંગલ દિવસો આવી પહોંચ્યા. ચોથા દિવસે ક૫વાંચન શરૂ થયું. તે દિવસે પૂ. ગુરૂદેવે શેઠ જસરાજભાઈને બેલાવીને સૂચના કરી કેજસરાજભાઈ! આવતી કાલે વ્યાખ્યાન નેમવિજય વાંચશે.
શું કહે છે ? સાહેબ ! શેઠે સાશ્ચર્ય પૂછયું. હું બરાબર કહું છું. શેઠ ! મને ખાત્રી છે કે એ વ્યાખ્યાન જરૂર વાંચશે.
અનન્ય ગુરુભક્ત જસરાજભાઈએ એ વાતને તહત્તિ” કહી સ્વીકારી લીધી. ગુરૂવચનમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી.
બીજો દિવસ છે. પૂ. ગુરૂદેવે પિતાના પ્રશિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી, કે આ પ્રમાણે કરવાનું છે. વ્યાખ્યાનસમય છે. એટલે પૂ. ગુરૂદેવે શ્રી નેમ વિજયજીને બોલાવીને ફરમાવ્યું: નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને વ્યાખ્યાનમાં જા. આમ કહીને સુબાધિકાની પ્રાચીન હસ્તલિખિત-પડિમાત્રાવાળી પ્રત તેમના હાથમાં આપી."
વિનયી શિષ્યના મુખમાં “તહત્તિ સિવાય બીજો શો જવાબ હોય? તેઓએ જવાની તૈયારી કરી. ત્યાં જ શ્રીગુરુદેવે કહ્યું કપડો કેમ આ પહેર્યો છે? લે, આ માટે કપડા પહેરી જા.
એમ જ થયું. મનમાં જરા આશ્ચર્ય તે થયું, પણ એને શમતાં વાર ન લાગી. ગુર્વાસા હતી ને?
વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની નાની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂ. ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે–ત્યાં નહિ. અહીં ઉપર આવે. મારી બાજુમાં બેસો.
પૂ. શ્રીએ પૂછ્યું એમ કેમ ?
વડીલ મુનિશ્રીએ કહ્યું-હું કહું છું ને? તમે ઉપર બેસે. અહીં પણ આશ્ચર્ય થયું. પણ વડીલની આજ્ઞા હતી. એટલે ઉપર બેઠા.
વ્યાખ્યાન શરૂ થયું. એકાદ પાનું વંચાયું, કે તરત જ શ્રીચારિત્રવિજ્યજી મહારાજે પચ્ચખાણ આપવાની હાકલ કરી.
૧. આ પ્રત આજે પણ ખંભાતના શ્રીવિજયનેમિસુરિ જ્ઞાન ભંડારમાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org