________________
[૮]
મહાભિનિષ્ક્રમણ
સંસાર એક મહાસાગર છે, અગાધ અને ઉડે.
કદાગ્રહ અને દુરાગ્રહ જેવા અનેક ભયાનક મગરમચ્છો એમાં ખીચોખીચ ભર્યા છે. એ મહાસાગરને તરવા નીકળેલા ભલભલા બહાદુર માનવીઓ આ મગરમચ્છને જોઈને જ પીછેહઠ કરી ગયા છે.
કહે છે કે- દરિયામાં અગ્નિ હોય છે એને વડવાનલ કહેવાય છે. આ સંસાર-સાગરમાંય એ એક વડવાનલ છે. એનું નામ છે કષાયાગ્નિ. મહાસાગરના ઘણું મેટા વિસ્તારમાં ફેલાયેલે-ભડભડતે આ અગ્નિ છે, ઘણા હિંમતબાજ પુરૂષે આ અગ્નિની જ્વાળાથી દાઝીને ય પાછાં પડી ગયા છે.
રાગ અને દ્વેષના ઉંડા ઉંડા ભમરાવા લેતા આવર્તે પણ આ સમુદ્રમાં છે. અતિકુશળ તરવૈયાઓ એમાં તણાઈ જાય છે. - સૂક્રમ-દષ્ટિથી નિરખીએ તે દરિયામાં રહેલી દરેક વસ્તુઓ આ સંસાર સાગરમાં છે. કઈ મહાન અને વિરલે પુરૂષ જ એને તરી જાય છે, એમાં નડતી સઘળી મુશ્કેલીઓને દૂર હઠાવી એને પાર પામી શકે છે.
પણ જેમ દરિયે તરવા માટે ઘણો પુરૂષાર્થ કરે પડે, તેમ આ સંસાર-ઉદધિને પાર કરવા માટેય મહાન પુરુષાર્થની જરૂર પડે. ઘણુ તે આ પુરૂષાર્થથી જ ડરી જાય છે.
ડરે જ ને ? એમના ભાગ્યમાં જ ન હોય એટલે તે પુરૂષાર્થથી ડરે જ
પણ જેમના ભાગ્યમાં હોય છે – સામે કાંઠે પહોંચવાનું, તેઓ આવા પુરૂષાર્થથી ડરતાં નથી, બલકે એને સામી છાતીએ સ્વીકારે છે. આ મહાન પુરૂષાર્થ વડે ઘણું ભાગ્યવંત છે સંસાર સાગરની પેલે પાર પહોંચવા સમર્થ બન્યા છે. - દીક્ષા એટલે સમ્યગ જ્ઞાન-દર્શન અને ચરિત્રરૂપ રત્નત્રયીની નિરતિચાર આરાધના–સર્વ પાપથી વિરતિ. આ દીક્ષારૂપ પુરુષાર્થ વડે ઘણે ભાગ્યવંત છે સંસાર-સાગરની પેલે પાર પહોંચવા સમર્થ બન્યા છે.
અને તેથી જ આ પ્રબળ પુરૂષાર્થ કરવા માટે–દીક્ષા ગ્રહણ કરવા માટે આપણું ચરિત્રનાયક શ્રીનેમચંદભાઈ ઉઘુક્ત અને ઉત્સુક બન્યા હતા.
અસાધારણ નિભીકતા-અને મનની મક્કમતા, એમને આ પુરૂષાર્થમાં પૂર્ણ સહાયક હતા. તેમને શ્રદ્ધા હતી કે આ પુરૂષાર્થ વડે હું જરૂર સંસાર સમુદ્ર તરીશ જ. પણ હજી માતા-પિતા તરફથી રજા મળે એવું લાગતું જ નહોતું. તેથી તેઓ એને માટે બીજે ઉપાય શોધી રહ્યા હતા. શોધતાં શોધતાં એક ઉપાય મળી આવ્યો. એ હત-ઘરેથી કેઈને જણાવ્યા વિના ભાવનગર પહોંચી જવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org