________________
શાસનસમ્રાટું
- આચાર્ય શ્રીવિજય લક્ષ્મણસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે હીરવિજય મ. પછી કેાઈ મહાન જૈનાચાર્ય થયા હોય તે તે વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ હતા. તે પછી વિજયકમળસૂરીશ્વરજી અને ત્યાર પછીના આચાર્ય હોય તે શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ છે. - . .
શેક ઠરાવ . શેઠ દામજીભાઈ જેઠાભાઈએ નીચેને શોક ઠરાવ રજૂ કર્યો હતો.
* જૈન ધર્મસિદ્ધાંતપ્રવીણ, પ્રખર વિદ્વાન, સચ્ચારિત્રની જવલંત પ્રતિમાસ્વરૂપ, શાસન પ્રભાવક, પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ની દીર્પોત્સવીના દિવસે થયેલા સ્વર્ગારેહણથી જૈનસંઘ મહાન ખાટ અનુભવે છે. જૈન શાસન અને તીર્થોના રક્ષણ તથા ઉદ્ધારાર્થે તેઓશ્રીની અર્ધ શતાબ્દી પર્યન્તની અખંડ અને અણમેલ સેવાઓ આદર્શ માર્ગદર્શનીય, અનુકર'ય અને સદૈવ પ્રેરણું સ્વરૂપ બની રહે એમ મુંબઈના જૈનોની આ જાહેર સભા ઈચ્છે છે, અને સૂરીશ્વરજીના વિરહ પરત્વે ખેદ પ્રગટ કરે છે.” - આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજે ઉપસંહારમાં શ્રી વિજયનેમિસૂરીવિરજી મહારાજને અંજલિ આપી હતી.
કરાવ સર્વાનુમતે પસાર થયે હતું. બાદ સભા વિસર્જન થઈ હતી.
(શાસન સુધાકર તા. ૧૯-૧૧-૪૯)
પૂ. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વર મહારાજાને સ્વર્ગવાસ. જૈન સમાજે ગુમાવેલ શાસન તંભ–એ ભવ્યમૂતિ હવે કયાં મળે?
એ પ્રભુતામયી સ્થાન હવે કેણ પૂરશે?
(તંત્રી સ્થાનેથી). જૈન સમાજ પૂ. સૂરિસમ્રાટ આચાર્ય દેવેશશ્રીની હયાતિથી પોતાને છત્રવાન માનવામાં મગરૂર હતો. સમાજનું એ છત્ર ૨૦૦૫ની આસો વદ અમાસની કાળરાત્રિએ સાંજના સાત વાગે પિતાને ક્રૂર કરાળ પંજાથી ભરખી લીધું. સમાજનો સ્તંભ હણી લીધે ! શાસનને થાંભલે જમીનદોસ્ત કર્યો ! સમાજને નિરાધાર પ્રાયઃ બનાવી દીધો ! સમાજને હવે એ ભવ્ય મૂર્તિ ક્યાં મળે? એ અભુત પ્રતિભાશાળી ભીમકાય ભવ્યમૂર્તિનું પ્રભુતામયી સ્થાન હવે કણ પૂરશે ? સમાજને પૂ. શાસનસમ્રાહ્ન વિરહથી કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રીમદ્ કાળધર્મ પામ્યાના દુઃખદ સમાચાર શ્રીમહુવા સંઘે સાડી - સાત તારે કરીને સ્થાને સ્થાને પહોંચાડ્યા હતા. આજે તો એ સમાચાર દરેક પેપરમાં ' ઝણઝણ રહ્યા છે.
પાલિતાણા ખાતે અનેક સ્થળે તે દુઃખદ સમાચારના તારે આવતાં શ્રી પાલિતાણા સંઘના નાના મેટા ૮૦ ભાઈઓ કા. શુ. ૧ ની સવારે દસ બજે બે મેટર ખટારા દ્વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org