SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] મહાપ્રયાણ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એક સંધ્યા ઢળી રહી હતી. શતરાણની અંધાર-પછેડી આખા જગને વીંટળાવાની તૈયારી કરી રહી હતી. - ઉદર પિષણ માટે આખો દિવસ ભમીને શાંત બનેલાં પંખીઓ કિલ્લોલ કરતાં ઘર તરફ આવી રહ્યાં હતાં. દુનિયાના છેડા જેવા ઘરની ઉષ્માભરી ઓથ અને પ્રાણાધિક પ્રિય બચ્ચાંઓને મીઠે કલરવ એમને દૈનિક થાક નિવારતાં હતાં. મખમલી હરિયાળી ધરતીને દિવસભર ખૂંદી, મનગમતાં તૃણભજન વડે સાત્વિક પિષણ મેળવીને હવે પિતાનાં વહાલસોયાં વધેશને ભેટવાને આતુર–ગાયનાં ઘણુ ગામ ભણી પાછાં આવી રહ્યાં હતાં. એના આગમનથી ઊડેલી ધૂળ વડે આખું આકાશ છવાઈ ગયું હતું. જાણે આકાશમાં પણ ધૂલિમાર્ગ તૈયાર થતું હોય તેમ દીસતું હતું. દિવસભરના દૂધવિહોણાં વછેરાંને આશાભર્યો પિકાર સાંભળીને ગાયો ત્વરિત ગતિએ ઘરે પહોંચવા તત્પર બની હતી. એને માટે હવે એક એક ડગલું એક ગાઉ જેવું બન્યું હતું. એક એક ક્ષણ એક દિવસ જેટલી વીતતી હતી. પુત્રવત્સલ માતાને મન પુત્રને ક્ષણિક વિયોગ પણ આખા યુગના વિયેગથી અધિક વસમે નથી હોત? શ્રી કદંબવિહાર પ્રાસાદના ઉત્તગ શિખરની ભવ્ય ધ્વજા મંદ-શીતલ વાયુની સાથે આમથી તેમ દેડવાની રમત રમી રહી હતી. પીતવર્ણ દંડની પાટલી ઉપર એક મત્ત અને મસ્ત મયૂરરાજ ગમે તેવાં પ્રચંડ પવનની સામે પણ જાણે અડગતા દાખવવાનો મક્કમ નિર્ધાર કરીને બેઠો હતો. દંડ ઉપર રહેલી-આબે લચેલી કેરી સમી-કિંકિણુએ મધુર રણઝણાટ કરી રહી હતી. - સાયં-પ્રતિક્રમણની તૈયારી કરી રહેલાં આપણું પૂજ્યશ્રીના હૈયામાં એ ફરક્તી ધ્વજા નિહાળીને-એ કિંકિણી-નિનાદ સાંભળીને અપાર આલ્હાદ આવિર્ભાવ લઈ રહ્યો હતે. જીવનભરની જહેમતે કરેલી આ તીર્થની ઉદ્ધારરૂપ સેવાથી એમના ચિત્તમાં વ્યાપેલા અપૂર્વ આત્મસંતોષને પડઘો એ કિકિણીઓના રકારમાં એમને સંભળાતે જણાયો. એ અપૂર્વ અને અપાર આલ્હાદે પૂજ્યશ્રીને આગામી ચાતુર્માસ અહીં જ કરવાની જાણે પ્રેરણા આપી. વાર્ધક્ય, નાજુક તબિયત, અને તે છતાં લાભાલાભને કારણે અનિચ્છાએ કાળીને વિહાર, એ બધાંય કારણે વિચારતાં પૂજ્યશ્રીને થયું કે “આવાં આલ્હાદજનક તીર્થસ્થાનમાં આ માસું શાન્તિથી કરવું. આ સુંદર ભાવ તેઓશ્રીએ શિષ્ય સમૂહને જણાવ્યું. રગેરગમાં ગુરુ આજ્ઞાને ને ગુરુસેવાને ધારનારાં શિષ્યોએ એને પૂરી હોંશથી વધાવી લીધે. ગૃહસ્થગણને આ વાતની જાણ થઈ. તે-જેસર, ચેક અમદાવાદ, પાલિતાણા વ. ગામોના ભાવનાશીલ શ્રાવકેએ પણ એ ચાતુર્માસ કદંબગિરિમાં પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં કરવા નિર્ણય કર્યો. સ્થાવર અને જંગમ તીર્થનું એકી સાથે સાનિધ્ય ક્યારે મળે ભલા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy