SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાર્ સંઘવીજી સત્ર ઉદારતાપૂર્ણાંક દાન કયે જ જતા હતા. એ ઉદારતાના પ્રભાવ વ્યાપક પડતા હતા. ધ્રાંગધ્ર.-લીખડી-વળા-ભાવનગર વગેરે રાજ્યાના સહકાર અવિસ્મરણીય રહ્યો. તે તે રાજાઓના પૂજ્યશ્રી પ્રત્યેના ભકિતભાવ અને સંધવીજીના સૌની સાથેના મીઠાં સમધાનુ એ પરિણામ હતું. २७० સંઘવીજીને લગભગ આઠ લાખ રૂપિયાને (તે વખતના) ખર્ચ થયા હતા. એ સિવાય -સઘમાં શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે નાના સંધવીએના સ્વતંત્ર રસેડાં સંઘભક્તિપૂર્વક ચાલતાં. તેઓને પણ પ્રત્યેકને ૪૦-૪૦ હજાર જેવા ખચ થયેલેા. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'' (Times of India) એ આ મહાન્ સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યા. ખીજા. વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘીજીને સુંદર શબ્દોમાં બિરદાવ્યા. આવા કાળમાં પણ આવા મહાન સંઘ કાઢવા, તેને હેમખેમ પાર પાડવા, એ ખરેખર ભગીરથ કામ હતું. પૂજ્યશ્રીમાનના આશીર્વાદથી એ ભગીરથ કામ શેઠ માકુભાઈ એ કરીને જગને બતાવી આપ્યું કે, કાળા માથાંને માનવી ધારે તે કરી શકે છે એની સાથે-કદી આવુ ન થાય, એવું પુણ્યાનુબંધી પુણ્ય પણ ઉપાયું. 101 [ પર ] પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના : કદમગિરિના ઉદ્ધાર, એ પૂજ્યશ્રીના જીવનનુ' મહાન્ કતવ્ય હતું. એ કતવ્ય સપૂર્ણ પાર પાડવાની તેમની નેમ હતી. તેથી જ તેઓશ્રી ત્યાં રોકાયા હતા. ડુંગર ઉપર નૂતન જિનાલયના નિર્માણુનું મહાકાર્ય ચાલુ હતુ તેમાં ચાગ્ય માન દ્વારા સુધારાવધારા સૂચવ્યા કરાવ્યા. અહીં સાવરકુંડલાના સઘ ત્યાં પધારવાની વિન ંતિ કરવા આળ્યે, ક્ષેત્રસ્પશનાએ તેના સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ વિહાર કર્યાં. ભંડારિયા આવ્યા. Jain Educationa International અહીં' અચાનક શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ આવ્યા. પૂજ્યશ્રીને પાલિતાણા લઈ જવા માટે તેએ આવેલા. કારણ કે કાઠિયાવાડના તે વખતના પાલિટિકલ એજન્ટ પાલિતાણા આવવાના હતા. આ વખતે જે પૂજ્યશ્રી ત્યાં મિરાજતા હેાય, તેા તેઓશ્રીની પાસે પેાલિટિકલ એજન્ટને લાવવાની સારાભાઈની ઈચ્છા હતી. પૂજ્યશ્રી તેમની સાથે તીથ સબધી વાતચીત કરે, અને તેમને આપણા હક્ક અંગેના મુદ્દાઓ સમજાવે તા ઘણા પ્રશ્નોના નિકાલ વિના પ્રયત્ને આવી જાય તેમ હતું. આ દૃષ્ટિથી તેઓ આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ પાલિતાણા પધારવાની હા કહી. એકાદ દિવસમાં વિહાર કરવાનું વિચાયુ. પણ રે ! કુદરતની લીલા અકળ છે. ઘણીવાર માનવીને ગમે છે, એ કુદરતને નથી રુચતું. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy