________________
આદર્શ અનુશાસક
૨૩૯
પધારતાં, અને ઉચિત અરાધના કરાવતાં. આથી હિમચંદભાઈને આત્મા ખૂબ પ્રસન્નતા અનુભવવા લાગ્યો. એ આરાધનાથી ઉપજેલી પ્રસન્નતામાં જ તેઓ પર્યુષણ પર્વ આવતાં પૂર્વે સ્વર્ગવાસી બન્યા. અંતિમ-સમયે પૂજ્યશ્રીએ સુંદર નિર્માણ કરાવી. એ સમયની તેમની સમાધિ લેતાં સૌ કોઈને થયું કે-આ આત્મા પિતાનું કલ્યાણ સાધી ગયે.
પર્યુષણ પછી શ્રીસંઘે સમવસરણની ભવ્ય રચના કરવાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો. આઠે દિવસ સંઘજમણ કર્યા. આ વખતે વિશિષ્ટ બીના એ બની કે–વર્ષોથી ચાલ્યા આવેલા તપા-ઢુંઢીયાના ઝઘડાઓ શમી ગયા. બન્ને સંઘમાં સંપ થયો. પૂજ્યશ્રી પાસે તથા વ્યાખ્યાનમાં સ્થાનકવાસી ભાઈઓ આવતાં અને સારે લાભ લેતાં. આ ઉત્સવમાં થયેલી નવકારશીમાં બને સંઘ એક સાથે બેસીને જમ્યા.
બેટાદના પરા વિસ્તારમાં લગભગ ૮૦ શ્રાવકેના ઘર હતાં. તેમને ગામના દેરાસરઉપાશ્રય દૂર પડતાં હોવાથી નજીકનાં ધર્મારાધન માટે કાંઈ સાધન ન હતું. એ જાણીને પૂજ્યશ્રીએ દેસાઈ લક્ષમીચંદ ભવાનને ઉપદેશ આપે કે આટલા બધાં જીવોને આરધાન કરાવવાને આ સુંદર અવસર છે. તમે અહીં દેરાસર-ઉપાશ્રય કરાવે. - પૂજ્યશ્રીના આ વચનામૃત તેમણે ઝીલી લીધાં. અને પૂજ્યશ્રીની સૂચનાનુસાર એક વિશાળ જમીન વેચાતી લેવાનું તથા તે જમીનમાં નૂતન શિખરબંધી દેરાસર તેમજ ઉપાશ્રય બાંધવાનું નક્કી કર્યું.
શ્રીકદંબગિરિજી તીર્થમાં શ્રી મહાવીર પ્રભુને તેર જિનાલયસમેત પ્રાસાદ તૈયાર થઈ ગયે હતે. તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંનાં વહીવટદારને આગ્રહ થતાં ચોમાસા પછી તે તરફ જવા માટે પૂજ્યશ્રીએ વિચાર કર્યો. પણ એ જ વખતે ધોલેરાનિવાસી દેશી પુરૂ
તમદાસ નાગરદાસના સુપુત્રો શ્રીહરિલાલ તથા શ્રી દલીચંદભાઈ તેમજ શ્રાવિંદજી માસ્તરના દીકરા દેશી ચુનીભાઈ તથા શ્રીપાનાચંદભાઈ ઝવેરચંદ ગાંધી તેઓશ્રી પાસે આવ્યા. તેમની ભાવના હતી કે-પૂજ્યશ્રીની નિશ્રામાં લેરાથી શ્રીસિદ્ધગિરિજીને છરી’ પાળતો સંઘ કાઢ. એ માટે વિનંતિ કરતાં પૂજ્યશ્રી ધોલેરા પધાર્યા.
ત્યાંથી મંગલમુર્તી આશરે હજારેક ભાવિકોથી પરિવરેલા શ્રીસંઘ ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સાંઢેડા–હેબતપુર-રતનપુર-નવાગામ-વેળાવદર-મેણુપુર-વળા-ઉમરાળા-સણોસરાબેંઘણવદર–આકેલાલી-જમણવાવ વગેરે ગામને પાવન કરતે, અને ત્યાં પૂજા–પ્રભાવનાદિ ધર્મકાર્યો કરતે સંઘ પાલિતાણા પહોંચ્યા. અહીં સંઘનું ભવ્ય સ્વાગત થયું. ગિરિરાજની યાત્રા કરીને પૂજ્યશ્રીએ સંઘવીને તીર્થમાળા પહેરાવી.
શ્રીસંઘને બાર ગાઉની પ્રદક્ષિણા કરવાની ભાવના થતાં તેની સાથે પૂજ્યશ્રી પણ પધાર્યા.
–
–
–
–
–
૧. અત્યારે તે ઘણું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org