________________
સીમલા-કરાર
૨૧૧
વ્યવસ્થિત રીતે વિભાગ પાડીને પ્રલયગ્રસ્ત વિસ્તારના ગામોમાં લેકેને સહાય કરવા માટે માણસે રવાના કરવામાં આવ્યા. અનાજ, કપડાં આદિ જીવન જરૂરિયાતની વિવિધ સામગ્રી એકત્રિત રૂપિયા દ્વારા અગણ્ય લેકેને પૂરી પાડવામાં આવી. શ્રી જૈન તત્વ વિવેચક સભાના સભ્યએ માનવરાહતના આ પ્રસંગે અપૂર્વ ઉમંગથી ભાગ લીધે. પૂજ્યશ્રીની પ્રેરણાદોરવણી આ સર્વેમાં અગ્રેસર હતી.
આ રકમમાંથી અમુક રૂપિયા બચ્ચા. તે રૂપિયાને જૈન સહાયક ફંડમાં ફેરવીને તેને ઉપયોગ દુઃખી જેનોને મદદ આપવામાં કરવાનો નિર્ણય લેવાયે. આ માટે એક ખાસ કમિટિ નીમાઈ. અને એ કમિટિ દ્વારા આ બચેલી રકમમાંથી વર્ષો પર્યન્ત અનેક સાધર્મિક ભાઈઓને જરૂરી સહાય કરવામાં આવી. આમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણા જ મુખ્ય કારણ હતી.
આ બધાંની સાથે-સાથે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે “આખા અમદાવાદમાં એક પણ જૈન ભેજનશાળા નથી. તેથી બહારગામથી આવનાર શ્રાવકે અને અમદાવાદમાં વસતા નેકરિયાત જૈન ભાઈઓને ધર્મની આરાધના કરવામાં અનુકૂળ એવી એક જેને ભેજનશાળા સ્થાપવી જોઈએ.” દીર્ઘદ્રષ્ટા પુરૂષનાં વિચાર કેવા દુરદશી હોય છે, તે આ ઉપરથી સમજાય છે.
પિતાને આ વિચાર પૂજ્યશ્રીએ ઉપદેશરૂપે શ્રાવકવ સમક્ષ પ્રગટ કર્યો. તરત જ શ્રાવકે એ એને અમલ શરૂ કર્યો. સહાયક ફંડમાંથી રૂ. પાંચ હજાર જનશાળા માટે અલગ મૂક્યા. એના વહીવટ માટે અલગ કમિટિ પણ રચી.
હવે પ્રશ્ન હતે સ્થાનને. ભેજનશાળા ચલાવવી કઈ જગ્યાએ? પણ એનું ય નિવારણ થઈ ગયું. પાંજરાપોળમાં આવેલી પોતાની વિશાળ જગ્યામાં અમુક ભાગ (પ્લોટ) શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ નજીવું ભાડું ઠરાવીને જોજનશાળા માટે સુપ્રત કર્યો. એ જગ્યામાં કામચલાઉ મકાન ઊભું કરીને તેમાં ભેજનશાળા ચાલુ કરવામાં આવી. સાધર્મિક ભાઈઓની સગવડ અને મદદ માટે જ આ ભેજનશાળા સ્થપાઈ હોવાથી તેમાં જમવાને ચાર્જ તદ્દન અલ્પ રખાય. આ ભેજનશાળા આજે પણ એ જ પ્રમાણે સમયાનુરૂપ સ્વ૫ ચાર્જ થી ચાલ જ છે. અને એનો લાભ સેંકડે જૈન ભાઈઓ કાયમ લે છે. આ પ્રમાણે પૂજ્યશ્રીની શુભ પ્રેરણા અને ઉપદેશથી અમદાવાદમાં એક ચિરસ્થાયી અને યશસ્વી કાર્ય થયું.
હવે ચોમાસું પૂરું થવાની તૈયારી હતી. ઘાંચીની પિાળવાળા શા. નગીનદાસ બહેચરદાસના કુટુંબીઓ (શેઠ કસ્તુરચંદ સાંકળચંદની પેઢીવાળા)એ વિનંતિ કરતાં ચાતુર્માસ પરિવર્તન તેમને ત્યાં કર્યું. આ નિમિત્તે તેઓએ અઠ્ઠાઈ મહોત્સવ અને શ્રીસંઘની નવકારશી વગેરે શુભકાર્યો કર્યા.
ઢાળની પિળના દેરાસરને જીર્ણોદ્ધાર કેટલાંક વર્ષોથી ચાલુ હતું. તે હવે પૂરે થયે હેવાથી તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંના સંઘને આગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને શુભમુહૂર્ત મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે શેઠ કાળીદાસ ધેળીદાસે શ્રી સંઘની નવકારશી કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org