SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શાસનસમ્રાટું સં. ૧૯૮૨ના આ વર્ષે–નગરશેઠ પ્રેમાભાઈ વગેરે જૈન સંઘના આગેવાનોએ કર્નલ જે. ડબલ્યુ વોટસન (પ. એ. કાઠિયાવાડ)ની દરમ્યાનગીરીથી પાલિતાણાના ના. ઠાકર શ્રી માનસિંગજી સાથે કરેલા સં. ૧૯૪રના રખોપા કરારની ૪૦ વર્ષની મુદત પૂરી થતી હતી. તેની વિચારણા અંગે તથા દિગંબર સાથે ચાલતા સમેતશિખર વિ. તીર્થોના કેસ આદિને અંગે નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ વગેરે આગેવાની કમિટિ પૂજ્યશ્રી પાસે વારંવાર આવતી અને મેગ્ય માર્ગદર્શન મેળવતી. રપ કરારમાં નકકી થયા મુજબ-મુદ્દત પૂરી થયે એ રકમમાં ફેરફાર કરાવવાને બન્ને પક્ષકારો પૈકી હરકેઈ પક્ષકારને છૂટ હતી.” આથી આપણે મુદત પૂરી થવાના એક વર્ષ પૂર્વે જ રખે! રદ કરાવવા માટે પ્રયાસ શરૂ કરેલા. પણ ઠારશ્રીએ પણ રખેપાની ચાલુ રકમમાં વધારો કરવા માટે ગવર્મેન્ટમાં માગણી કરી હતી. એટલે ગવર્મેન્ટ પણ મુદત પૂરી થયેથી રખેવા અંગે નિર્ણય જાહેર ન થાય, ત્યાં સુધી યાત્રિકોની નોંધ કરવાની રજા ઠાકરશ્રીને (તેમની-માગણી મુજબ) આપી. આથી જૈનો અને ઠાકરશ્રી વચ્ચે વર્ષોથી બગડતો આવેલે સંબંધ વધારે બગડવા લાગે. સમસ્ત ભારતવષય જેન સંઘ સરકારના તથા ઠાકરના આ પગલાંની વિરુદ્ધ બન્યા. વળતાં પગલાં લેવા માટે શેઠ આ. ક. ની પિઢીએ પૂજ્યશ્રીના કુનેહભર્યા માર્ગદર્શન તળે જોરદાર કાર્યવાહી શરૂ કરી. સરકારને અરજીઓ તથા મેમોરિઅલ મોકલવા શરૂ થયા. અને સરકારે ઠાકોરને યાત્રાળુઓ પાસેથી મુંડકાવેરો લેવાને આપેલી રજાના વિરોધમાં-તીર્થના સુરક્ષણાર્થે સમગ્ર જૈનસંઘે એકમતે નિર્ણય લીધે-કે-જ્યાં સુધી આ અન્યાયી રિવાજ બંધ ન થાય, ત્યાં સુધી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે જવું નહિ. આ અપૂર્વ અને જબરદસ્ત અસહકાર તા. ૧ લી એપ્રિલ સને ૧૨થી શરૂ થશે. પ્રત્યેક જૈન આ અસહકારના પાલનમાં ચુસ્ત અને મકકમ રહ્યો. આપણા આ અસહકારનું ફળ એ આવ્યું કે–પે. એજન્ટે ઠારશ્રીને યાત્રિકોની સંખ્યા સેંધવાને આપેલી રજા, તેમજ યાત્રિકોની ગણત્રી માટે ઠાકારશ્રીએ ગોઠવેલાં થાણું–અફસરે, ઘડેલા નિયમ-ધારાઓ, વિ. સર્વ તદ્દન નિરુપયોગી થઈ પડયું. કારણકે-પાલિતાણામાં યાત્રા માટે એક પણ યાત્રાળુ આવતો ન હતો. સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી વિહાર કરી ગયા હતા. હંમેશાં યાત્રિકેથી ઉભરાતાં ગામના રસ્તાઓ, ધર્મશાળાઓ, તળાટીને વિભાગ, તથા ગિરિરાજના માર્ગો, અત્યારે સૂમસામ-નિર્જન અને નીરવ બની ગયા હતા આપણે પૂજ્યશ્રી ઉપરના એક પત્રમાં આ. શ્રી વિજય મેહનસૂરિજી મ., કે જેઓ યાત્રા-ત્યાગના પૂર્વ દિવસે જ યાત્રા કરીને પાલિતાણાથી વિહાર કરી ગયા હતા, તેઓ લખે છે કે – તા. ૧ લી એપ્રિલથી પાલિતાણામાં એક પણ જાત્રાળુ નથી. તેમ હજુ સુધી એક પણ પાસ થયેલ નથી. સાધુ-સાધ્વીઓ પણ બધા વિહાર કરી ગયા છે. કેઈ ઘરડી-ન ચાલી શકે તેવી બે પાંચ સાધ્વીઓ બાકી હશે.” અને આ રહ્યો રાણપુરથી પ્રગટ થતાં તે વખતના) “સૌરાષ્ટ્ર પત્રને ૩૧ મી માર્ચ તથા ૧ લી એપ્રિલને આંખે દેખ્યા અને વાસ્તવદર્શી અહેવાલને એક ભાગઃ૧– ૧ ૪-૪-૧૯૨૬નો અંક, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy