________________
પ્રભાવશાળી વ્યક્તિત્વ
૧૮૯
અહીં અમદાવાદના સંઘ અમદાવાદ પધારવાની વિન ંતિ કરવા આવતા પૂજ્યશ્રી ભાયણીશેરીસા થઈ ને અમદાવાદ પધાર્યા. અને સંઘ ઉપાધ્યાય શ્રી દનવિજયજી મ. (આ. વિજય દર્શનસૂરિજી મ.)ની નિશ્રામાં પાલિતાણા ગયા.
શેરીસા તીથે નૂતન જિનાલયનું કામ ચાલુ થઈ ગયું હતું. પૂજ્યશ્રીના કથનાનુસાર દેરાસરની માંધણી (ભૂમિગૃહ સમેત, થરવટવાળી) થતી હતી શ્રી સંઘની વિનંતિથી સં. ૧૯૭૭નું' આ ચાતુર્માસ તેએશ્રી અમદાવાદમાં બિરાજયા.
આ વર્ષે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ હિંંદભરમાં ચાલતી હતી. રાષ્ટ્રીય મહાસભાનુ અધિવેશન અમદાવાદમાં થવાનું હતું.
આ વખતે અમદાવાદના હાઈકમિશ્નર તરીકે પ્રાટ્ સાહેબ' નામે એક અંગ્રેજ અધિકારો હતા. તેમના સાંભળવામાં પૂજ્યશ્રીની ખ્યાતિ આવી. તેમણે પેાતાના અંગત સલાહકાર શ્રી વાડીલાલ કુસુમગર અને ચીમનલાલ કુસુમગર નામના બે ભાઈ એ કે જેએ જૈન શ્રાવકો હાવા સાથે મુત્સદ્દી અને બુદ્ધિશાળી હતા, તેઓને પૂજ્યશ્રીને મળવાનુ` સૂચન કર્યું. તદ્દનુસાર તેમણે પૂજ્યશ્રી પાસે આવીને વિનતિ કરી કે :
—
સાહેબ ! કમિશ્નર સાહેબ આપના દર્શનની અભિલાષા રાખે છે. આપ તેમના ખ'ગલે પધારશે ?
પૂજ્યશ્રીએ જવામમાં જણાવ્યું કે : “તેઓ રાજ્યના એક અધિકારી છે. તેઓને એવી જરૂર હોય નહિ. તેમ અમે પણ ત્યાગી સાધુ છીએ, અમારે પણ એવી જરૂર નથી.”
આમ એ ત્રણ વાર તેએએ પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા માટે પ્રયાસ કર્યો. પણ પૂજ્યશ્રીએ સ્પષ્ટ ના જણાવી. આથી તેએએ કહ્યું : તે સાહેબ ! કમિશ્નર સાહેબ આપની પાસે આવવા ઇચ્છે છે. આપ પાટ ઉપર બિરાજે, અને તેઓ ખુરશી પર બેસે એમાં કાંઈ ખાધ નથી ને ?
“હું તો મારા જમીન પરના આસને જ બેસુ છુ. રાજા-મહારાજા, ૫. માલવીયાજી, ભૂલાભાઈ બેરિસ્ટર કે ચીમનલાલ સેતલવાડ વગેરે દર્શાનાથે યા મળવા આવે છે, તેએ પશુ મારી સામે નીચે જ મેસે છે. હા ! અમારા શ્રાવકે તેમના વિવેક જરૂર સાચવે છે. જો કમિશ્નર સાહેબને અહીં આવવાની ઇચ્છા હોય તેા તેઓ ખુશીથી આવી શકે છે.” પૂજ્યશ્રીએ સ્પષ્ટ અને નિભ પ્રત્યુત્તર આપ્યું.
આ જવાબ લઈને તે ગયા. ત્યાર પછી થાડા દિવસે માઃ—
પૂજ્યશ્રી બહારની વાડીએ બિરાજતા હતા, ત્યારે સવારના લગભગ દશ વાગે એકાએક કમિશ્નર સાહેબ આવ્યા. પૂજ્યશ્રી વાડીના પ્રવેશદ્વાર ઉપરના હુઠીભાઈ શેઠના ખંગલાની ઉત્તર તરફની છેલ્લી ભુરજીમાં બિરાજેલા હતા. આ વખતે તેએશ્રીની પાસે ઉપાધ્યાય શ્રી ઉયવિજયજી મ. તથા મુનિશ્રીન’નવિજયજી મ., તેમજ શ્રાવકમાં શા. વાડીલાલ આપુલાલ કાપડિયા બેઠા હતા.
કમિશ્નર તે સડસડાટ ઉપર ચડી ગયા, અને તેએ પાતાની હેટ (hat) ઉતારીને ખૂટ (Boot) પહેરેલે પગે એરડામાં પ્રવેશવા ગયા. એ જોઇને તે વખતે કુદરતી રીતે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org