________________
૧૩૧
પેઢીને પૂર્વઇતિહાસ
શેઠ મનસુખભાઈ અહર્નિશ શાસનના હિતચિંતનમાં રત રહેતા. તેમણે તન-મન અને ધન એ ત્રણે વડે શાસનની અમાપ સેવા બજાવી. તીર્થ–રક્ષા માટે તે તેમના હૈયામાં ઘણી જ હાંશ અને ધગશ ભરેલી. આ બંધારણના પુનર્રચના-પ્રસંગે એકત્ર થયેલા ગામેગામના પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થમાંના ભાવનગર નિવાસી શેઠ અમરચંદ જસરાજ, શેઠ રતનજી વીરજી, શેઠ કુંવરજી આણંદજી, તેમ જ અન્ય સુરત આદિ શહેરના અગ્રણીઓ સહિત શેઠ મનસુખભાઈ એકવાર પૂજ્યશ્રી પાસે બેઠેલા. વાતવાતમાં તીર્થરક્ષાની વાત નીકળી. એ વખતે શેઠશ્રીએ પૂજ્યશ્રીને પૂછ્યું: “સાહેબ ! અત્યારે શ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગા વિગેરે તીર્થો અંગેના પ્રશ્નો આપણી સમક્ષ પડ્યા છે. તીર્થોના હક્ક-રક્ષણ બાબતમાં સલાહસૂચન કે માર્ગદર્શન લેવા માટે આપ શ્રીમાન જ અમારા સૌના આધારસ્થાન છે. “ન કરે નારાયણ ને કઈ એ ગુંચવાડે ઉભે થાય, તે આપશ્રી અહીંથી વિહાર કરીને કેટલા દિવસમાં રાજકેટ પહોંચી શકે ?”
(આ પ્રશ્ન પૂછવાને હેતુ એ કે-રાજકેટમાં પિલિટિકલ એજન્ટ-રહેતા હતા. અને આવા પ્રસંગે પિ. એજન્ટને પૂજ્યશ્રી મળે, સમજાવે તે ઘણો જ ફાયદો આપણું જૈનસંઘને થાય. અને પૂજ્ય શ્રી રાજકેટ પધારે તે પિ૦ એજન્ટને વારંવાર મળવાનું શકય બને, માટે પૂજ્યશ્રીને શેઠે આવો પ્રશ્ન પૂછેલો)
જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “હું પાદવિહારદ્વારા જલ્દીમાં જલ્દી ૧૫ દિવસમાં અહીંથી રાજકોટ ખુશીથી પહોંચી શકું?”
આ સાંભળીને શેઠે વિનંતિ કરીઃ “કૃપાળુ ! શાસનના હિત માટે પૂર્વના મહાપુરુષોએ અપવાદ તરીકે પાલખી-ડળી વિ.ને ઉપયોગ કર્યાનું સંભળાય છે, તો આપશ્રી પણ આવા પ્રસંગે અપવાદરૂપે ડેળીને ઉપયોગ ન કરી શકે ” શેઠના શબ્દોમાં અપૂર્વ ગુરુભક્તિ નીતરતી હતી.
પૂજ્યશ્રીએ કહ્યું “શેઠ ! હું પૂર્વના મહાપુરુષની કોટિને નથી, કે જેથી હું તેઓનું અનુકરણ કરૂં.”
પણ શેઠે તે કહ્યું: “સાહેબ ! અમારે મન તે આપશ્રી મહાન પુરુષ જ છે. કારણ કે“હીરે મુખએ ના કહે, લાખ હમારા મોલ.”
રગ-રગમાં લાગેલા ગુરુભક્તિ અને તીર્થભક્તિના ચળમજીઠ રંગનું આ પ્રસંગે આપણને ભવ્યદર્શન થાય છે. અને એ દર્શનની સાથે જ આપણું મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે ધન્ય શેઠ! ધન્ય ભાવના ! અને ધન્ય ભક્તિ !
જ્યારે જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજમાન હોય, ત્યારે શેઠશ્રીની દિવસભરમાં એકવાર અચૂક હાજરી પૂજ્યશ્રીની પાસે હોય જ. કદાચ દિવસે ન અવાય તે રાત્રે ૧૦ વાગે પણ તેઓ પૂજ્યશ્રી પાસે આવતા અને શાસનના વિવિધ પ્રશ્નોને ચર્ચતા.
આવા એ દેવગુરુના અવિહડ અનુરાગી-દિલાવરદિલ શ્રેષ્ટિવર્યની તબીયત માગશર વદ ૯–૧૦ ના દિવસે બગડી. ત્રણેક દિવસ શેડો ડે તાવ આવ્યું. અને માગશર વદ ૧૨ના દિને એ શ્રેષ્ઠિવ સમાધિ અને આરાધનાપૂર્વક આ દુનિયામાંથી ચિરવિદાય લઈ લીધી સ્વર્ગલેકના પંથે પ્રયાણ કરી દીધું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org