________________
ગણિ—પન્યાસ પદવી
છે; અને તે આ પઢવીને પૂરેપૂરા લાયક છે. લાયકને લાયક માન મળ્યુ છે. જો માવા રત્નાધિકાને પદવી આપવામાં આવતી હોય તે અત્યારે કેટલાક પ્રસંગેામાં બન્યું છે તેમ તે પઢવી અપવાદમાં ન આવી પડે.’’
( વિ. સં. ૧૯૬૦ના માગશર-પાષ માસના જૈન ધમ પ્રકાશને અંક) આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે-પૂજ્યશ્રી કેવા મહાન્ મહુશ્રુત મુનિરાજ હતા, અને તેમને પદવી મળ્યાથી સકલ સંઘમાં કેટલે હુ આનદ પ્રગટ્યો હતા.
- 69
પઢવીના મહેાત્સવ ઉજવાયા ખાદ વળા –શ્રીસ`ઘે પૂ. ગુરુદેવને જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે વિનંતિ કરી. આ જિનાલય પૂ. ગુરુદેવશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના ઉપદેશથી નિર્માણ કરવામાં આવ્યુ' હતુ. તેથી પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી મ. તથા નૂતન પન્યાસશ્રી નેમવિજયજી મ. આદિમુનિવરોના પવિત્ર હસ્તે એ જ વ માં વળાના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. એ વખતે પરમે પકારી પૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ.ની ભવ્ય મૂર્તિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારપછી પૂ. પંન્યાસજી મ. શ્રીગભીરવિજયજી મ. ભાવનગર પધારી ગયા.
આપણા ચરિત્રનાયક પૂ. પંન્યાસજી મહારાજે વળામાં મુનિશ્રી આનંદસાગરજી મ., પેાતાના ગુરુબંધુ મુનિશ્રી પ્રેમવિજયજી મ. તથા પેાતાના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એ ત્રણ મુનિવરોને શ્રી ભગવતીજી સૂત્રના ચેગમાં પ્રવેશ કરાવ્યા.
ધેાલેરા-શ્રી સંઘની વિનંતિથી તેએશ્રી સપરિવાર વળાથી વિહાર કરીને ધોલેરા પધાર્યાં. શ્રીસંઘે તેઓશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીના શ્રી સંઘ ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. ના પરમ ઉપકાર હતા.
અહીંના દેરાસર ઉપર નૂતન ધ્વજદંડનું આરોપણ કરવાનુ` હાવાથી તે નિમિત્તે શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં મહેાત્સવ ઉજવવાનું નક્કી કર્યુ`.. ધ્વજ-ઈંડ આરેાપણને આદેશ પૂજ્યશ્રીના ઉપદેશથી ધાલેરા નિવાસી શા. પુરુષાત્તમદાસ નાગરદાસે લીધેા. મહેાત્સવ ભારે ઠાઠથી ઉજવાયા. ધ્વજ-દંડ-આરાપણુના આદેશ લેનાર પુરુષાત્તમભાઈને આજ સુધી કોઈ સંતાન ન હતું. પણ આ ધ્વજઢંડ ચઢાવ્યા પછી તેમને બે સંતાન થયાં. એક હિરભાઈ અને બીજા દલીચંદભાઈ. તેથી તેમને ધમ ઉપર અનન્ય શ્રદ્ધા થઈ.
અહીંયા પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એકાએક ભયંકર માંદગીમાં સપડાયા, સીરીયસ (serious) થઈ ગયા. શ્રીભગવતીજીના આગાઢ યાગ ચાલતા હતા, તેમાં આવી ભયંકર ખીમારી આવી. તે પણ તેઓશ્રીએ અપૂર્વ અને અસાધારણ સમતા ધારણ કરી હતી. પણ પૂજ્યશ્રીની કાળજીભરી દેખરેખ અને ચાગ્ય સારવારને લીધે થાડા દિવસેામાં તેમને સપૂર્ણ આરામ થઈ ગયા.
અહી’–વલભીપુર નિવાસી શા. ગિરધરલાલ ભગવાનજીએ વૈરાગ્ય પામીને પૂજ્યશ્રીની પાસે દીક્ષા લીધી. તેમને પેાતાના શિષ્ય કરી, તેમનું નામ મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. રાખ્યુ. તેઓ જીવનપર્યંન્ત વિનય અને ભક્તિમાં તત્પર રહ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org