SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિ–પંન્યાસ પદવી ૭૫ ઉપર પૂજ્યશ્રીને કોઈ અજબ પ્રભાવ પડ્યો હતો, તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અટલ શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવતા હતા. હવે પૂજ્યશ્રીન “ભગવતી સૂત્રના યુગ પૂર્ણ થવા આવ્યા હતા. એની અનુજ્ઞાસ્વરૂપ ગણિપદ તથા પંન્યાસપદ તેઓશ્રીને આપવાના હતા. એ નિમિત્તક મહોત્સવ વળાના શ્રીસંઘની તથા ઠાકોર સાહેબની આગ્રહભરી વિનંતિથી ત્યાં જ ઉજવવાનું નક્કી થયે. અમદાવાદથી મનસુખભાઈ શેઠે વળાના સંઘને લખી જણાવ્યું કે-“પદવી પ્રદાન પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, તેમજ સમવસરણની રચના, વિ. બધું મારા તરફથી કરવાનું છે.” લખી જણાવ્યું એટલું જ નહિ, પણ એની વ્યવસ્થા કરવા માટે નામદાર વળા ઠાકરના ગાઢ પરિચયવાળા શા. જેશીંગભાઈ ઉજમશીને પહેલેથી વળા મોકલી દીધા. તેઓએ ત્યાં જઈને બધી તૈયારીઓ કરી. . આ વાતની ભાવનગરના સંઘને ખબર પડી. તેમણે જોયું કે—બધા આદેશ મનસુખભાઈ શેઠે લઈ લીધા છે. હવે એક જ આદેશ નવકારશીનો બાકી રહ્યો છે. એ આદેશ આપણે વેલાસર નહિ લઈએ, તે એ પણ જશે. એટલે તરત જ તેમણે ચાલાકી વાપરીને વળાના શ્રીસંઘ પાસે પંન્યાસ પદવીના દિવસની નવકારશીની માગણી કરીને આદેશ લઈ લીધો. - કાર્તક વદમાં મહોત્સવનો પ્રારંભ થયે. ભાવનગર, તળાજા, મહુવા વિ. અનેક ગામોના આગેવાને, શ્રાવકો આવવા લાગ્યા. અમદાવાદથી નગરશેઠનું કુટુંબ, હઠીસીંગ કેસરીસીંગનું કુટુંબ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે અનેક સગૃહસ્થ આવ્યા. સૌના મનમાં પૂજ્ય ગુરૂદેવને પદવી મળશે, તેને હર્ષ અને ઉલ્લાસ હતો. બાહ્ય આડંબરના રંગ કરતાંય હૈયાના ઉમંગની ચમક હંમેશાં અનેરી હોય છે. બહારને ભભકો એની આગળ ઝાંખે દેખાય છે. અહીં પણ બાહ્ય આડંબર કરતાં અંતરને ઉમળકે સૌ કોઈને હતો. એટલે મહત્સવની શોભા અજબશી જામી. વળા આવ્યા પછી મનસુખભાઈ શેઠને–નવકારશીને આદેશ ભાવનગરવાળા લઈ ગયા છે, તેની જાણ થઈ. તેમણે વળાના શ્રી સંઘને વિનંતિ કરી કે બધું મારા તરફથી થાય, ને નવકારશી બીજા કરે, એ વ્યાજબી ન ગણાય, માટે મને આદેશ આપે. સંઘે કહ્યું : શેઠ સાહેબ ! એક ધણીને આદેશ અપાઈ ગયા પછી અમારાથી ન ફેરવી શકાય. આપ ભાવનગરવાળાને સમજાવે. તેઓ સમજે તે આપને આદેશ મળે. શેઠે તરતજ ભાવનગરવાળાને બોલાવ્યા, સમજાવ્યા, પણ પેલા લેકે શાના સમજે ? માંડ માંડ મળેલ આ ભક્તિને લાભ કેમ ચૂકે ? તેમણે ન જ ભર્યો. શેઠ વિચારમાં પડી ગયા. તેમણે વળાના આગેવાન ગૃહસ્થો શા. કલ્યાણશી નરશી, ગુલાબચંદ જીવાભાઈ, કલ્યાણજી ભીમા, વિ. ને કહ્યું કે–તમે કોઈ રસ્તો શોધી કાઢે. આદેશ તે મને મળવો જ જોઈએ. વિચાર કરતાં એક રસ્તો તેઓને મળી આવ્યું. તેમણે શેઠને કહ્યું: શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટંકની નવકારશીને આદેશ લીધો છે. જે કઈ બે ટંકને આદેશ માગે તે એક ટંકવાળાને આદેશ રદ થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy