________________
શાસનસમ્રાટું
શેઠના ઘેર મૂકવા માટે લઈ જતા હતા. શેઠનું ઘર જેસીંગભાઈની વાડીમાં હતું. તેમાં જવાને માર્ગ પાંજરાપોળ થઈને નીકળતો હતો. એટલે તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યા. તેમની સાથે છોકરો જોઈને પૂજ્યશ્રીએ પૂછ્યું : આ છોકરો કે છે ?
તેમણે કહ્યું સાહેબ ! આ છોકરે પાટણને છે. ગરીબ અને અનાથ છે. પણ તેનું ભાગ્ય સારૂં જણાય છે. માટે તેને શેઠ જેસીગભાઈને ત્યાં મૂકવા જાઉં છું.
હજી આટલી વાત થઈ ત્યાં જ પિલે છોકરો બોલી ઊઠો: “મને અહીં જ રહેવા દે ને, અહીં રહેવાનું મને ઘણું મન થાય છે.”
મહાપુરુષની સંગતિન-દર્શનના પ્રભાવનું આ જવલંત ઉદાહરણ છે. એ બાળકે પૂજ્યશ્રીને આ પૂર્વે કદીપણ જોયેલા નહિ, ઉપાશ્રયે કયારે ય આવેલ નહિ, અને છતાંય તે કહે કેમારે અહીં રહેવું છે, ત્યારે એને પૂજ્યશ્રીના દર્શનનો પ્રભાવ જ ગણાય ને !
ખંભાતની જંગમ પાઠશાળાના વિદ્યાથીઓ ત્યાં જ હતા. તેમાંના શ્રીદલસુખભાઈ કસ્તુરચંદે એ બાળકનું અહીં (ઉપાશ્રયે) રહેવાનું મન જાણીને કહ્યું : ભલેને આ છોકરો અહીં રહેતો. થોડું ઘણું ભણશે, ને અમારા કાર્યમાં ઉપયોગી પણ થશે.
આ સાંભળીને મનસુખ-મામા તે છોકરાને ત્યાં ઉપાશ્રયે જ મૂકી ગયા. એ છોકરા પણ રાજીથી ત્યાં રહીને બધાનું કામ હોંશપૂર્વક કરી આપવા લાગ્યો. વિદ્યાર્થીઓ માટે ચાલતાં રસેડામાં તે જમતે. એ ખૂબ અબૂઝ અને ભેળે હતો. ઘણીવાર વિચિત્ર અને સૌને રમૂજ પડે તેવા પ્રશ્નો તે પૂછતઃ આ સૂરજ દિવસે જ કેમ ઊગે છે ? સાંજે પાછો ભાગી કેમ જાય છે ? આ ચંદ્રરાત્રે જ કેમ ઊગે છે ? દિવસે કેમ નથી દેખાતે? ઈત્યાદિ. તેને અક્ષરજ્ઞાન જરાપણ નહોતું. શ્રી દલસુખભાઈ તેને નિવૃત્તિના સમયમાં બારાખડી વિ. શીખડાવતા.
એક વાર દલસુખભાઈને એની પરીક્ષા કરવાનું મન થયું. તેમણે પોતાની પથારી-તળે છેડા પૈસા મૂકી રાખ્યા. અને સાવ અજાણ હોય તેમ અન્ય કાર્યોથે ચાલ્યા ગયા. પિલા છોકરાએ જેવી તેમની પથારી ઉપાડી કે નીચેથી પૈસા નીકળ્યા. તરત જ તે દોડતા દલસુખભાઈ પાસે ગયા. અને તેમના હાથમાં પૈસા આપતાં કહ્યું કે આપની પથારી નીચે આ પૈસા પડી રહ્યા હતા. આ જોઈને દલસુખભાઈ વગેરેને તેની નિખાલસતા અને પ્રામાણિકતા માટે ખૂબ સદ્ભાવ થયો.
ચોમાસુ પૂરું થયું. એક દિવસ પેલો છોકરે પૂજ્યશ્રીને કહેઃ મને દીક્ષા આપો.
પૂજ્યશ્રીએ સમિત જવાબ આપ્યો : ભાઈ ! તું હજી બાળક છે. દીક્ષા લેવી એ સહેલી વાત નથી.
કેવી એ અજાણ બાળકની ભાવના ? દીક્ષા એટલે શું ? – તેની એને ખબર નથી. દીક્ષા લેવાથી શું ફાયદો થાય ? તેની એને સમજણ નથી. છતાંય એ કહેતો હતો કે મને દીક્ષા આપ.પૂર્વના કોઈ ગભ્રષ્ટ આત્માના સંસકાર જ એની પાસે એ વચનો બોલાવી રહ્યાં હશે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org