________________
શ્રીશત્રુજય ગિરિરાજ માહાભ્ય સ્થાન જેટલું ફળ આપે તેવી પવિત્ર માટી અહીં છે. આદિનાથ ભગવાનની પૂજા માટે કુદરતી રીતિએ અહીં મૂલ્યવાન રત્ન વગેરે થાય છે. દેવોએ પૂજા કરેલા ચોવીસ તીર્થકરે સેરઠમાં વિચર્યા હતા. ચકવર્તીઓ, વાસુદેવે, બળદેવ વગેરે શ્રેષ્ઠ પધારેલા છે. જ્યાં અનેક મુનિઓ સિદ્ધિ પદને વરેલા છે. દુશમનો નાશ કરનાર, દાતાર, પૂજ્યવાન, સમદષ્ટિવાળા, પ્રસન્ન મુદ્રાવાળા, ડાહ્યા, ગુણવાળા રાજાઓ થયા છે. મનુષ્ય પોતાની સ્ત્રીમાં સંતોષ માનનાર, સ્ત્રીઓ પોતાના પતિમાં સંતોષ માનનારી, નિર્લોભી વગેરે ગુણવાળા મનુષ્ય અત્રે વસે છે. ઐશ્વર્યવાળા ક્ષત્રિયે પણ અત્રે છે. સુંદર ગાય, ભેંસે બંધન રહિત ફરી શકે છે. નિર્ભયપણે તિર્યો અહીં રહી શકે છે. ધનવાન લોકો નગરમાં વસે છે. આવા સેરઠ દેશના, માથાને મુકુટ સરખો આ શ્રી શત્રુંજય ગિરિવર છે.
તે ગિરિરાજને સંભાળવાથી પણ અનેક પાપ નાશ પામે છે, અને કેવળજ્ઞાન થાય છે. હે ઈન્દ્ર? સિદ્ધાચલનો જેટલો મહિમા કેવળજ્ઞાનથી જાણે છે તેટલો જીભે બેલી શકાતું નથી. મેઢ થડે જ કહેવાય છે. જેમ બબડો માણસ સાકર ખાવા છતાં તેને રસને કહી શકતું નથી. ત્રણે લોકના તેજના ધામરૂપ, આ ગિરિરાજના નામ સ્મરણ માત્રથી પણ પાપ નાશ પામે છે. શત્રુંજય, પુંડરીક, સિદ્ધાચલ વગેરે ઘણું સુખને આપનારા આ ગિરિના ૧૦૮ નામ છે. તે નામનું સવારમાં સ્મરણ કરનારની સઘળી પીડાઓ ટળી જઈ સંપત્તિ મળે છે. આનું યુગના આરંભમાં સિદ્ધાચલ નામ હતું. શત્રુંજયનાં દર્શન થવાથી, બધા તીર્થ ભેટયાનું ફળ મળે છે. કર્મભૂમિમાં જુદાં જુદાં ઘણું તીર્થો છે, પણ સઘળાં પાપનો નાશ કરનારું સિદ્ધાચલ જેવું બીજુ તીર્થ નથી.
તીર્થદર્શનમાં ફળની વૃદ્ધિ કુતીર્થમાં કરેલા દાનાદિથી દસગણું પુણ્ય જબૂવૃક્ષે થાય છે. તેનાથી ધાતકી ચૈત્યમાં હજારગણું, તેથી પુષ્કર વગેરે કરતાં દસહજારગણું. વૈભાર, સંમેતશિખર, વૈતાઢય, મેરુમાં દસલા ખગાણું, રેવતાચલ અષ્ટાપદે, કેટીગણું અને બધાથી અનંતગણું ફળ શત્રુંજયના દર્શન વડે પ્રાપ્ત થાય છે. જે ફળ આ ગિરિની સેવાથી મળે છે તે વચન અગેચર છે. (શ. મા. પૃ. ૩૩)
ગિરિરાજનું પ્રમાણ આ અવસર્પિણીના પહેલે આરે એંસી યોજન, બીજે સિત્તેર, ત્રીજે સાઈઠ, થે પચાસ, પાંચમે બાર જન અને છઠે આરે સાત હાથ જેટલા પ્રમાણવાળે આ ગિરિ
(૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org