________________
શ્રી શત્રુજય ગિરિરાજ દશન શ્રીધનેશ્વરસૂરિજી મહારાજ શત્રુંજય ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે-એક વખત શત્રુંજય માહાસ્ય ભક્તિથી સાંભળવામાં આવે તો બીજા શાસ્ત્રો સાંભળવાથી જે શુભ ફળ મળે છે, તેનાથી અધિક ફળ મળે છે. ધર્મ આચરવાની ઈચ્છા હોય તે સિદ્ધાચલને આશ્રય લે. આથી સિદ્ધાચલ ઉપર આવીને જિનેશ્વરનું ધ્યાન કરવું ઉત્તમ છે, કારણ કે આના જેવું બીજું કઈ ચૌદ ક્ષેત્રમાં તીર્થ નથી. જીવે કષાયે વડે કરેલું, મન, વચન અને કાયાનું ઉગ્ર પાપ, પુંડરીક ગિરિના સ્મરણ માત્રથી નાશ પામે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર, હિંસક પ્રાણીઓ ગિરિરાજ ઉપર અરિહંતના દર્શનથી સ્વર્ગે જાય છે. જેણે દેવભવમાં કે મનુષ્યભવમાં ગિરિરાજનું દર્શન કર્યું નથી તે પશુ જેવું છે. અન્ય તીર્થોમાં દાનાદિ કરવામાં જે ફળ મળે છે તેનાં કરતાં પણ અધિક ફળ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી મળે છે. (શ. મા. પૃ. ૨) આગળ ચાલતાં જણાવે છે કે
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દેવોથી પરિવરેલા ગિરિરાજ પર પધારતાં, ઈન્દ્રોના આસન કંપથી ચોસઠ ઈદ્રો આવ્યા. (શ. મા. પૃ. ૩)
આથી ઈન્દ્ર પિતાના મૃત્ય વગેરેને જણાવે છે કે, બધા પર્વતને આ રાજા છે. પૃથ્વીને, આકાશને, એક કાળે પવિત્ર કરતે આ ગિરિરાજ પાપને ટાળે છે. તેનાં ઉદયગિરિ વગેરે એક આઠ શિખરે છે. (જેના નામ આગળ અપાશે) યક્ષ, ગાંધ વગેરેથી હંમેશા સેવાએલ શ્રી શત્રુંજય છે. ગીઓ વગેરે આ ગિરિની ગુફાઓમાં નિવાસ કરે છે. દિવ્ય ઔષધિઓ વગેરે પણ આ ગિરિ પર છે. અનેક પ્રકારના વૃક્ષે પણ અત્રે છે. શેષનાગ પણ આ ગિરિ પર પ્રભુ આગળ નાટારંભ કરે છે. શત્રુજી વગેરે નદીઓનાં પાણી ગિરિરાજથી પવિત્ર થરેલાં છે. અત્રે સૂર્યોદાન વગેરે ઉદ્યાને આવેલાં છે. સર્વ તીર્થોવતાર વગેરે સવારે અત્રે આવેલાં છે. સૂર્યકુંડ વગેરે, બનાવનારના નામેવાળા કુંડે અત્રે આવેલા છે. અત્રે પુણ્યવાન મુનિઓ તપ કરે છે. જુઓ આ બાજુએ કંડરાજર્ષિ તપ કરી રહ્યા છે. (શ. મા. પૃ. ૭)
કડુરાજની સ્થા - કંડુરાજાની ગોત્ર દેવી અંબિકાએ, તેને કહેલ શત્રુંજયનો મહિમા ઈન્દ્ર આ રીતે કહે છે. હે! બુદ્ધિવાળા તું અન્ય તીર્થોમાં શું કરવા ફરે છે? પર્વતના રાજા શત્રુંજયનું સ્મરણ શા માટે નથી કરતો ? સિદ્ધાચલનું શુભ ભાવનાથી પૂજન, સ્મરણ, સ્તવન, કીર્તન કર્યું હોય, અગર એકવાર દર્શન કર્યું હોય તો, જલદીથી કર્મને નાશ થાય છે. ધર્મિષ્ઠો સુખી થાય છે, પાપીઓના પાપ નાશ થાય છે. વળી ઈચ્છિત ફળ પણ
(૧૨).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org