________________
લેખકીય
તીર્થાધિરાજમ’ડન શ્રીઆદિનાથાય નમે। નમ:
અત્રે પ્રથમ આવૃત્તિનું ઉત્થાન આપ્યુ છે એટલે તે સિવાયની કેટલીક વાતા કહેવાની રહે છે.
પ્રથમ આવૃત્તિ ખૂબ લેાકપ્રિય થતાં વાંચકની માંગ વધી એટલે બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડી છે.
પ્રથમ આવૃત્તિમાં અંગ્રેજી પણ પ્રગટ કરવાની ભાવના દર્શાવી હતી, તેથી ગુજરાતી બીજી આવૃત્તિની સાથે અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થાય છે. અંગ્રેજી આવૃત્તિ આગમાદ્ધારક ગ્રંથમાળાના ૫૯ મા ગ્રંથાંક તરીકે અને ગુજરાતી બીજી આવૃત્તિ ૬૦ મા ગ્રંથાક તરીકે છે. અંગ્રેજી અંગેની વાતા અંગ્રેજીમાં આપી છે.
પુનાવાળા શ્રીમાન્ દેવીચંદ્ર એન. રાઠોડ બેરીસ્ટર-એટ-લેા એ પ્રથમ આવૃત્તિમાં નહિ આવેલા ઘણા ફોટાએ પાતાની ભક્તિથી મોકલ્યા છે, તેમાંના અમુક ફોટાએ અત્રે લીધા છે. પ્રથમવારજ કપડવંજમાં થયેલ ૪૫ આગમસ્તભના ફોટા પણ આમાં લીધા છે.
એ પણ એક આનંદની વાત છે કે મદ્રાસથી મહાવીર કલ્યાણ જૈન સ ંઘે તી દર્શન નામનું પુસ્તક બે ભાગમાં બહાર પાડયું છે. તેની અંદર ભારતના તીર્યાં અને પ્રભુના ફોટાએ લેવાની સાથે તીર્થાંની માહીતી આપવાના ઉદ્યમ કર્યાં છે, એટલે તી યાત્રા કરનારને પુસ્તક ઘણું જ ઉપયેગી છે. જેવા તેમના પ્રયત્ન છે તેવાજ તે સમાજને ઉપયોગી છે. તેની અંદર લીધેલા આદીશ્વર ભગવાનના ફેટા અમારા જેવા જ છે.
પ્રથમ આવૃત્તિમાં શીલાલેખા ગુજરાતી લિપિમાં લીધા હતા. આ બીજી આવૃત્તિમાં રતિલાલ દીપચંદ દેસાઇ અને રા. રા. હરિપ્રસાદ શાસ્ત્રી આદિની ભલામણથી તે શીલાલેખા બાળાધ લિપિમાં, સંસ્કૃત ભાષાને અવલખીને લેવાનું નક્કી કરી, તે રીતે લીધા. તેની નોંધ વિગેરે પણુ સંસ્કૃત ભાષામાં લીધી છે. પ્રથમ આવૃત્તિમાં જે શીલાલેખો માટે મે આંગળી ચીધી હતી તે લગભગ ૮૬ શીલાલેખા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ લક્ષ્મીચંદ ભેજક દ્વારા લેવડાવી આપ્યા, તેને આમાં સામેલ કર્યાં છે.
પ્રથમ આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં જ્યાં જ્યાં સુધારા-વધારા કરવાના દેખાયા ત્યાં ત્યાં કર્યા છે.
આ પુસ્તકનું નામ ડૉ. ચીનુભાઇ નાયકની સલાહ અનુસાર શ્રીશત્રુજય ગિરિરાજ દર્શને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રીશત્રુ ય રાખ્યું છે.
અને
Jain Educationa International
XVI
For Personal and Private Use Only
www.jainelibrary.org