________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
અહિંથી પ્રવેશ કરતાં ખરતરવહીમાં પિડા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરસિંહ કેશવજીની ટુંક આવે છે. તે સં. ૧૯૨૧ માં બંધાવેલી છે. તેમાં મધ્યમાં મુખ્ય મંદિર અને તેને ફરતી ચોવીસ દેરી છે. બીજી ૧૭ દેરીઓ છે તેમાં પ્રભુજી નથી એટલે ખાલી છે.
સંપ્રતિ મહારાજનું દહેરાસર
ડાબા હાથે સંપ્રતિ મહારાજના નામે ઓળખાતું દહેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. એમાં સુધારાવધારા તે ઘણાએ થયેલા હશે પણ ગભારાનું બારશાખ કોતરણીવાળું પુરાણું આજે પણ છે, તે મનહર છે. તે તેના પુરાણુપણાને જણાવે છે. આ દહેરાસરની ડાબી બાજુએ હમણાં થોડા વખત પૂર્વે બનાવેલું એક વિશાળકાય કુંડ આવેલ છે. પાણી પુરવઠાને પહોંચી વળવા તે નવે બંધાવ્યું છે.
આગળ ચાલતાં જુદાં જુદાં દહેરાસર છે. તેમાં બાબુ હરખચંદ ગુલેછા મુશીદાબાદવાળાનું બંધાવેલું એક દહેરાસર છે. વળી સુમતિનાથ ભગવાનનું દહેરાસર બાબુ પ્રતાપસિંહ દુગ્ગડનું સં. ૧૮૯૩ માં બંધાવેલું છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર સં. ૧૮૯૧ માં બંધાવેલું છે. વળી કહષભદેવ ભગવાનનું દહેરાસર છે. હાલા કુંડીવાળાનું સં. ૧૮૯૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. શેઠ નરસિંહ નાથા કચ્છીનું સં. ૧૯૦૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. મારૂદેવી માતાનું જૂનું મંદિર છે. આ મંદિરમાં મારૂદેવી માતા હાથી પર બેઠેલાં છે. તે હાથી આગળ આવી રહ્યો છે તેવું દેખાડે છે. મારૂદેવી માતા હાથી ઉપર કેવળજ્ઞાન પામીને તુર્ત મેક્ષે ગયા હતાં. તે તેનો ભાવ છે. કચ્છી બાબુભાઈએ સં. ૧૭૯૧ માં બંધાવેલું ચામુખજીનું દહેરાસર છે. સં. ૧૮૮૫ માં બાબુ હરખચંદ દુગડનું બંધાવેલું શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. સં. ૧૮૮૮માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. સં. ૧૮૨૭ માં શેઠ હિંમતલાલ લુણિયાએ બંધાવેલું શ્રી કુંથુનાથ ભગવાનનું દહેરાસર છે.
સવાસોમ યાને ખરતરવહી
ચૌમુખજીની દૂક
ઉપર જણાવેલા મંદિરે દર્શન કરતા આગળ ચાલીએ એટલે ચૌમુખજીની ટ્રેકને દરવાજે આવે. તેમાં પેસીએ એટલે સનમુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર શ, ૧૮
(૧૩૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org