________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
ગુરુમહારાજ અને કરમાશાએ પૂજારીને ખેલાવીને વસ્તુપાલે લાવીને રાખેલી સમ્માણી ખાણની એ શિલાઓ ભયરામાં જે ગુપ્ત રાખેલી તેની માંગણી કરી, પૂજારીએ ભેાંયરૂં બતાવ્યું અને તેમાંથી શિલાઓ બહાર કાઢીને મૂર્તિ બનાવવાના પ્રારંભ કરાવ્યા, અને પૂજારીને ઈચ્છા કરતાં અધિક દિલખુશ થઈ જાય એટલું ધન આપ્યું,
એક શિલામાંથી શ્રીઞીશ્વર ભગવત, બીજી શિલામાંથી શ્રીપુંડરીક સ્વામીજી તથા પેાતાના કુટુબીજનાના શ્રેયાર્થે બીજી ઘણી મૂર્તિ વિધિપૂર્વક ઘડાવવાની આજ્ઞા આપી. ગુરુમહારાજે શિલ્પશાસ્ત્રના વિશેષ જાણકાર, વાચક વિવેકમ`ડન અને પૉંડિત વિવેકષીર નામના પાતાના એ શિષ્યાને મૂર્તિઓની દેખરેખનુ કામ સોંપ્યું, તથા તેમના માટે આહારપાણી લાવી વૈયાવચ્ચ કરવા માટે શ્રીક્ષમાધીર આદિ મુનિને રાખ્યા. બાકીના બીજા મુનિવરો વગેરે ઉદ્ધાર નિર્વિઘ્ને સારી રીતે પૂર્ણ થાય તે માટે છ, અઠ્ઠમ, આયખીલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા.
શ્રીરત્નસાગર અને શ્રીજયતમડન નામના બે મુનિવરે એ છ મહિનાના તપ કર્યાં.
વ્યંતર આદિ હલકા દેવાના ઉપદ્રવેાની શાંતિ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીસિચક્રનુ સ્મરણ કર્યું, સાથેના સંધ પણ તપ, જપ, ધ્યાન વગેરે આરાધના કરવા લાગ્યા.
કારીગરો, સલાટ વગેરેને ઉપર જવા-આવવા માટે ડાળીની સગવડ તથા મનેાભિષ્ટ ખાવા-પીવા વગેરેની સગવડ કરમાશાએ સારામાં સારી રાખી હતી. ગરમ દૂધ, મિષ્ટાન્ન વગેરે આપતા હતા, સેંકડા કારીગરા મજૂરા વગેરે ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ઈચ્છા કરતાં પણુ અધિક મજૂરી વગેરે મળતી હોવાથી સૌ મન દઈને ઉત્સાહથી વધુ કામ કરતા હતા.
આ રીતે થાડા વખતમાં મદિરાના જીર્ણોદ્ધાર અને બધી મૂર્તિ તયાર થઈ ગઈ, એટલે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવા માટે દૂરદૂરના સારા જાણકાર અને વિદ્વાન્ વાચનાચાય, પડતા, પાઠકા, આચાય વગેરેને નિમંત્રણ પાઠવીને લાવ્યા તથા નિમિત્ત શાસ્ત્રના પારગત જ્યાતિષીઓને એાલાવ્યા, બધાએ મળીને બધી જાતના વિચાર કરીને પ્રતિષ્ઠા માટે સવત્ ૧૫૮૭ વૈશાખ વદી ૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી કરી આપ્યું.
પ્રતિષ્ઠાના દિવસ નક્કી થયા બાદ શ્રીવિદ્યામ`ડનસૂરિજી મહારાજને આમ ત્રણ માટે પેાતાના ભાઈ રત્નાશાને મેાકલ્યા અને કુંકુમ પત્રિકાઓ લખાવીને ચારે દિશામાં અંગ, અંગ, લિંગ, કાશ્મીર, જાલંધર, માલવા, લાટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મગધ, મેવાડ, કચ્છ વગેરે દરેક દેશેામાં પ્રતિષ્ઠા ઉપર પધારવા માટેનાં આમંત્રણ માકલાવ્યાં.
(૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org