________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન
કરમાશા પણ કિંમતી ભેટશું લઈ રાજ્યસભામાં આવી પહોંચ્યા. કરમાશાને જોતાં બહાદુરશાહ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, સામે જઈને ભેટી પડયા. પછી પોતાની પાસે કરમાશાને બેસાડયા અને સભા સમક્ષ કરમાશાએ નિષ્કારણ કરેલ પરોપકારની ખૂબ પ્રશંસા કરી, અને બોલ્યા કે “આ મારા પરમ મિત્ર છે, જે સમયમાં મારી ખરાબ દશાએ મને ઘણોજ તંગ કર્યો હતો ત્યારે આ દયાળુએ તેનાથી મને મુક્ત કર્યો હતો અને મને બચાવ્યો હતો.
બાદશાહના મુખે પોતાની પ્રશંસા સાંભળતાં કરમાશાએ બાદશાહના મુખ ઉપર એકદમ પિતાને હાથ દબાવી આગળ બોલતાં રોકીને કહ્યું કે “હે શહેનશાહ ! આટલો બધે જે મારા ઉપર ન નાંખે, હું આ બેજે ઉપાડી શકું એમ નથી. હું તે માત્ર આપને એક સેવક છું. મેં કઈ એવું કાર્ય કર્યું નથી કે જેથી આપ મારી આટલી બધી પ્રશંસા કરે છે. આ પ્રમાણે મિત્રતા પૂર્ણ બેલાયા પછી બાદશાહે કરમાશાને પિતાની પાસે રાખ્યા. તેમને રહેવા માટે શાહી મહેલને એક સુંદર ભાગ આપ્યો અને સારસંભાળને સર્વ બંદોબસ્ત કરી દીધે.
કરમાશા દેવગુરુના દર્શનાર્થે ઠાઠમાઠથી દહેરાસર અને ઉપાશ્રયમાં ગયા, દર્શનપૂજન કર્યું. વિવિધ પ્રકારનાં વસ્ત્ર આભૂષણ અને મિષ્ટાન્ન વગેરે યાચકોને આપ્યું. તે વખતે ચાંપાનેરમાં શ્રીમીરગણિ નામના વિદ્વાન્ યતિ બિરાજમાન હતા. તેમની પાસે કરમાશા હંમેશાં વ્યાખ્યાન સાંભળતા અને પ્રતિકમણાદિ ધર્મક્રિયા કરવા માટે જતા. આ પ્રમાણે સતત પૂજા, પ્રભાવના અને સાધર્મિક ભક્તિ કરતાં બાદશાહની પાસે રહેવા લાગ્યા.
કેટલાક દિવસ બાદ શ્રીવિદ્યામંડનસૂરિ અને શ્રીવિનયમંડન પાઠકને કરમાશાએ પિતાનું આગમન અને બાદશાહની મુલાકાત વગેરેને જણાવનાર પત્ર લખ્યા.
બાદશાહે ચિડમાં કરમાશ પાસેથી જેટલું દ્રવ્ય લીધું હતું તે બધું દ્રવ્ય કરમાશાને પાછું આપ્યું.
એક દિવસે બાદશાહે ખુશ થઈને કરમાશાને કહ્યું, કે “હે મિત્રવર ! હું તમારું શું ઈષ્ટ કરું? દિલખુશ કરવા માટે મારા રાજ્યમાંથી તમને જે દેશ વગેરે પસંદ પડે તેને સ્વીકાર કર.
કરમાશાએ કહ્યું, કે “આપની કૃપાથી મારી પાસે બધું છે. મારે કોઈ વસ્તુ જોઈતી નથી, પરંતુ મારી એક ઈચ્છા છે કે શ્રી શત્રુંજય પર્વત ઉપર મારા કુલદેવને સ્થાપન કરવાનો મારે નિયમ છે, તેને માટે મેં આપને ચિત્તોડમાં વિનંતિ કરી હતી. આપે તે વખતે વચન પણ આપ્યું હતું. એ વચન પાલન કરવાને હવે સમય આવી ગયો છે, માટે તે કરવાની મને આજ્ઞા આપે.”
(૯૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org