________________
શ્રીશત્રુંજય મહાતી`ના ઉદ્ધારા
કહે છે કે આજે કલિયુગમાં કલ્પતરૂ સમાન શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરી એક રૂપિયાના ફૂલ વડે દાદાશ્રીઋષભદેવ ભગવાનની પૂજા કરી, તલાટીમાં આવતા પૂછ્યાદયથી શ્રીસ'ધના દન થયાં અને મારી પાસે મૂડી-મિલ્કત આ ગજવામાંથી નીકળી તે સાત દ્રમ્મ છે, જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી ટીપમાં લખવા કૃપા કરી આ સેવકને કૃતાર્થ કરશે.’ ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખતનુ ચાલતું નાણું સ્વીકારી લઈ, તે વહીમાં સૌથી મથાળે (પહેલુ) નામ તેનુ ચડાવ્યું. આ અનાવથી માટી રકમા ભરનાર શ્રીમંતા તા વિચારમાં પડી ગયાં કે આ શું ? પણ મંત્રીશ્વરને કહી કાણુ શકે? જેથી એક ખીજાના મુખ સામુ જુએ છે.
વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઇ કહી દે છે કે, આ અલ્પ રકમ આપનારના પ્રથમ નામથી તમારાં મન દુઃખાય છે, પરંતુ મહાનુભાવા ! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણ સમજી શકાય છે કે-હું અને તમા ક્રોડા, લાખા કે હજારા આપીએ તેાયે ઘરમાં ઘણું રાખીને તે પ્રમાણે આપીએ છીએ.
જ્યારે આ ભાગ્યશાળીએ તે ઘરનુ સર્વસ્વ આપી ‘રિદ્ર અવસ્થામાં દાન’ એ પ્રથમ કલ્પવૃક્ષ હાવાનું દૃષ્ટાંત પૂરૂ પાડયું છે, તે તેનું નામ પહેલુ રહે એ વાજબી છે, એમ તમારે પણ સમજવું જોઈએ. હવે પ્રથમ નામવાળાને પહેરામણી કરાવવાના ક્રમ પ્રમાણે મત્રીશ્વરે ઉમદા પાષાક તથા અલંકાર (ભંડારી પાસેથી મંગાવી) સ્વીકારવા આગ્રહભરી ભક્તિ દર્શાવી, ત્યારે નિઃસ્પૃહ એવા તે ભીમા કુલીએ સારૂ એમ ન કહેતાં કહે છે કે
‘અલ્પ પૈસા આપવાવાળા એવા હું ઉમદા પાષાક વગેરેના અધિકારી ન હેાઉ’ મત્રીશ્વરને અત્યાગ્રહ છતાં નિઃસ્પૃહ ભીમા કુલીઆએ તે શું ન લીધું, તે ન જ લીધું. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમે શ્રાવક પેાતાને ઘેર ગયા.
ગ્રભાવનું તાત્કાલિક ફળ
આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્રી પ્રભાતે પ્રભાતીયાં અને સાંજે સાંજી (કડવા કઠોર શબ્દ) સંભળાવી કલેશ કરવાના સ્વભાવવાળી એવી પ્રતિકૂલ હતી, તે પણ આજે ભીમા કુંડલીયાની ઉગ્ર ભાવનાથી કરેલા ધર્માંના પ્રભાવ વડે એકાએક સાનુકૂલ બની, સ્વામી આવતા દેખી ઊડી ઊભી થઈ, અહુમાનપૂર્વક મધુર વાણીથી આદર-સત્કાર કરી સુખ શાંતિના સમાચાર પૂછી, ગરમ પાણીવડે પગ પ્રક્ષાલી આસને બેસાડી, પડાશમાંથી ભાજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટ ભાજન બનાવી સ્નેહપૂર્વક પતિને જમાડયા.
(૭૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org