________________
શ્રી શત્રુંજય મહાતીથના ઉદ્ધારે
તે મૂર્તિ કયાં છે? જ્યાં હોય ત્યાંથી ખુશીથી એ મૂર્તિ તું લઈ જા.”
જાવડશાએ કહ્યું: “આપની જે ધર્મચકની સભા છે તેના આગળના ભાગમાં ભયરામાં મૂર્તિ છે. આપ આજ્ઞા આપે એટલે તે ભેંયરામાંથી મૂર્તિ કઢાવું.”
રાજાએ આજ્ઞા આપી એટલે જાવડશા માણસે દ્વારા ભૂમિ ખોદાવીને ભેંયરામાં ગયા. તો મુગટ, કંડલ, બાજુબંધ વગેરેથી શોભતા અને તાજું જ પૂજન કરેલું હોય તેવી શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ બિરાજમાન હતી.
વાંચકોને આશ્ચર્ય થશે કે બંધ ભંયરામાં આવી પૂજા વગેરે કોણે કરી હશે? આ મૂર્તિનું પૂજન હંમેશાં ચકેશ્વરીદેવી ભાવ-ભક્તિપૂર્વક કરે છે, અને નિત્ય અવનવી અંગરચના વગેરે કરી રતનાલંકાર ચઢાવી પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે, એટલે હમેશાં દેદીપ્યમાન મૂર્તિ છે.
સુલતાન વગેરે આવ્યા, સુંદર મૂ તિ જોઈને આશ્ચર્ય પામ્યા અને ભાવથી તેમનાં મસ્તક નમી પડયાં. જગન્મલ સુલતાન હોવા છતાં મૂર્તિના દર્શન કરી આનંદ પામ્યા અને બે કે “ખરેખર ! સાક્ષાત્ જગત્કર્તા જ નીકળ્યા છે? જાવડ! તું ખરેખર પુણ્યશાળી છે, દેવતાઓ પણ તારા ઉપર પ્રસન્ન છે. આ મૂર્તિને તારે જ્યાં લઈ જવી હોય ત્યાં ખુશીથી લઈ જા, અને તારા મનોરથ પૂર્ણ કર !
સુલતાને રેશમી વસ્ત્ર, અલંકાર વગેરે આપીને જાવડશાનું સન્માન કર્યું. મહાવિકટ માગને પણ દેવીની સહાયથી પસાર કરી મૂર્તિ સહિત જાવડશા મહુવા પહોંચ્યા.
ઘણા વર્ષ પહેલાં જાવડશાએ ચીન વગેરે મલેરછ દેશમાં વિવિધ પ્રકારનો માલ વગેરે ભરીને ઘણું વહાણે મોકલ્યાં હતાં, તે વહાણેના કોઈ સમાચાર નહતા. પુણ્યયોગે જાવડશાનું મહુવામાં ભગવાન સાથે આગમન થયું અને સાથે સાથે મોકલેલાં વહાણોને બધો માલ વેચાઈ ગયેલે, તેનું સોનું વગેરે ખરીદીને વહાણમાં ભરીને વહાણો પાછા આવી પહોંચ્યાં હતાં.
આ સમાચાર મળતાં જાવડશાને ખૂબ આનંદ થયો. હવે તીર્થાધિરાજ શ્રીશનું જયના ઉદ્ધારમાં કોઈ કમીના નહિ રહે.
પુણ્ય બળવાન હોય તેથી જગમ યુગપ્રધાન શ્રીવાસ્વામિજી પણ વિચરતા વિચરતા મહુવા પધાર્યા. જાવડશાએ સુંદર સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યો.
(૭૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org