________________
પુરાવચન (૧)
પૂર્ણાં સમયથી ભારતમાં ધક્ષેત્રે એ પરપરાએ ચાલી આવી છે: બ્રાહ્મણ અને શ્રમણ. બ્રાહ્મણ પરપરા બ્રહ્મની આસપાસ વિકસી. પ્રજ્ઞના અનેક અર્થ થાય છે, પરંતુ ધના સંદર્ભીમાં સ્તુતિ-પ્રાના અને યજ્ઞાદિ કર્મ એ બે અર્થ વધારે યેાગ્ય છે. પરિણામે બ્રાહ્મણુ ધર્મીમાં અનેક પ્રકારની સ્તુતિઓ, પ્રાનાએ તેમ જ યજ્ઞયાગની વિધિઓનું મહત્ત્વ સ્વીકારાયું છે. તે શ્રમણ પરંપરાને વિકાસ સમમાંથી થયેા છે, સમનેા એક અર્થ છે સમાન. શ્રમણ ધર્માંમાં આથી ઊંચનીચના ભેદભાવને ખાસ કરીને સ્થાન નથી.
જૈન ધર્મ શ્રમણ પરપરામાં આવે. જૈન ધર્માંમાં ત્યાગીએ શ્રમસંઘ તરીકે અને ગૃહસ્થીએ શ્રાવકસંઘ તરીકે ઓળખાય છે. શ્રાવકસંઘ કરતાં શ્રમણસ'ધને કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવાનુ... હાય છે, એમાં પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-મુખ્ય છે. જૈન આગમ ગ્રંથા તેા શ્રમણેાએ પુસ્તકોના પરિગ્રહ પણ ન રાખવા એવું સ્પષ્ટ સૂચવે છે, પરંતુ ધર્મ અને સાહિત્યના વિકાસની સાથે વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યને કંઠસ્થ રાખવું, શ્રમણેા માટે મુશ્કેલ બન્યું. એટલે કાળાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તકોનો પરિગ્રહ શ્રમણેા માટે આવશ્યક જણાયેા. તેથી પુસ્તકો શ્રમણા માટે અનિવાર્ય અંગ બન્યાં. આમ જૈન ધર્મમાં જ્ઞાનના પ્રત્યક્ષ સ્વરૂપ પ્રામાણ્ય પુસ્તકની પૂજા આરંભાઈ અને કાર્ત્તિક શુકલ પાંચમી જ્ઞાનપંચમી” તરીકે ઉજવાવા લાગી. પિરણામે ભંડારામાં પુસ્તકોને સ્થાન પ્રાપ્ત થયું. જૈનોની પરિભાષામાં પુસ્તકાલયે। જ્ઞાનભંડારો” તરીકે ખ્યાત બન્યાં. પરંતુ આ જ્ઞાનભંડારામાં સંગ્રહ કેવળ હસ્તપ્રત ગ્રંથાને જ થતા. હવે તેા પ્રકાશિત પુસ્તકને પણ સ્થાન મળે છે.
આમ શ્રમણુસંધ માટે સ જોગાધીન પુસ્તક-પરિગ્રહ અનિવાયૅ બનતાં પુસ્તકસંગ્રહ અને પુસ્તકપ્રકાશનની દ્વિમાર્ગી પ્રવૃત્તિને શ્રાવકસ ંઘે અપનાવી ને વિકસાવી પણ. પુસ્તક એકઠાં કરવા સાથે તેની સુરક્ષાનું કાર્ય પણ જરૂરી જણાયું. અહીં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે હસ્તપ્રત ગ્રંથસંગ્રહની આ પ્રવૃત્તિને શ્રાવકસંઘે ધર્મકાર્ય ગણ્યું, પરંતુ ઔદાર્ય પણ અપનાવ્યું. અર્થાત્ એમના જ્ઞાનભંડારા કેવળ જૈન ધર્મના ગ્રંથેાના પુસ્તકાલયેાનુ સ્વરૂપ પામવાને સ્થાને સર્વ સામાન્ય ગ્રંથાલયાનુ એણે કાઠું કાઢયું, એટલે કે અતિવિરલ અને અપ્રાપ્ય એવા જૈનેતર ગ્રંથા અને હસ્તપ્રતાના ઠીકઠીક સંગ્રહ પણ એમાં જોવે પ્રાપ્ત થાય છે. શ્રમણુસંઘની અભ્યાસનિષ્ઠા અને શેાધનરુચિ તથા ઉદારતાનું આ ઘોતક પાસું હતું. આમ ભારતમાં પુસ્તકોના સંગ્રહમાં અને પુસ્તકાલયેાની સ્થાપનામાં તેમ જ તેને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં જૈનસમાજે વિશેષ અભિરુચિ દાખવી એમ કહેવું જોઇએ. આથી ઇતિહાસશેાધકોને આ જ્ઞાનભંડારામાંથી જૈન અને જૈનેતર એવા શકવર્તી અને અપ્રાપ્ય ગ્રંથો પ્રાપ્ત થયા. આ શૈક્ષણિક અને ઐતિહાસિક કાર્ય માં આગમપ્રભાકર મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજનુ યાગદાન અજોડ, અસાધારણ અને અદ્વિતીય છે.
III
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org