________________
૪૩૬]
સમ્યગદશન-૧ વળગી છે કે તેના દેવાથી અમુક લાભ છે, એટલે કે ભવિષ્યમાં ઘણી મળશે, એમ માનીને જ પ્રાયઃ દાન થાય છે. આથી તમારે સમજવું જ પડશે કે-મમતા ઘટી હશે તે જ સાચી રીતે હાથ પહેળો થશે. એ વાત સાચી છે કે-ગૃહસ્થ સઘળી લક્ષ્મીને છોડવા નથી બેઠે પણ તે સઘળીય છોડવાના મનોરથ છે, એમાં તે શંકા ન જ હોવી જોઈએ. ગૃહસ્થ આવકના પ્રમાણમાં દાન કરે એમાં વાંધો નથી, પણ લક્ષમી માત્ર ઉપરથી મમતા ઉતારવાના પ્રયત્નમાં તેણે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, કારણ કે-મમતા ઘટે તે જ ધર્મને પ્રેમ વધે. જે કચરે ભરાય છે તે ખાલી થશે, ત્યારે સંયમ રૂચાવવા આટલી મહેનત નહિ જ કરવી પડે.
તમે જોઈ શકે છે કે સાચા દાતારને ગમે તેવી સ્થિતિમાં પણ પાસેનું આપતાં આંચકે નથી આવતો અને એથી જ કહેવત પણ છે કે “પાણીના અથી સુકાયેલા એવા પણ નદીના માર્ગને જ
દે!” કારણ કે ત્યાંથી પાણી મળવાને સંભવ છે. આ બધું કહેવાને આશય એ જ છે કે–ગૃહસ્થાવાસ આબે ય ત્યાજ્ય છે એ તમને સમજાય; પણ ધ્યાનમાં રાખો કે–આ વાત વિષયાસક્ત આત્માઓને સમજાતી જ નથી, કારણ કે તે આત્માઓ તેમના ઉપર આપત્તિઓ આવે ત્યારે પણ માતા-પિતા અને બંધુઓને યાદ કરે, ભાગ્યને ઠપકે છે, પણ રહે તે ત્યાંના ત્યાં જ ! ત્યાં રહીને મમતાવાળા બની, વિષયાધીન થઈ અને “મારું” “મારું” કરી એવું પાપ બાંધે કેપરિણામે નરકાદિક દુર્ગતિને જ પામે. દુર્ગતિમાં પણ રહ્યા રહ્યા ચીસે જ પાડે કારણ કે કર્મસત્તા આગળ કેઈનું કાંઈ ચાલી શકતું નથી. કર્મસત્તા પાસે કઈ પણ દલીલ, પુરાવા કે સાક્ષી ચાલી શકતાં નથી, કે બેટી હોશિયારી કામ આવતી નથી. તેને રેકર્ડ પણ વાંચવું પડતું નથીતે તે ગુન્હો કર્યો અને એને ભેગવવાનો સમય આવ્યો કે તરત જ કાનપટ્ટી પકડી વગર સમજો કે વગર વોરંટ ઘસડી જાય છે, અને પાછળની વ્યવસ્થા એમ જ રહી જાય છે. ખરેખર - આજકાલ તે એવી ખાતરી આપનારાં ભયંકર દર્દો પણ મૌજૂદ છે, તે છતાં ય તમે આટલા બહાદુર છે, એ જાણીને તમારી બહાદુરી માટે ખરે જ દયા આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org