SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ] સમ્યગુદશન-૧ શ્રી વીતરાગના શાસનની છાયા નહિ, ત્યાં શ્રી વીતરાગ પ્રભુના અનુયાયીની પ્રશંસા હોય જ નહિ ને ? સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તે, એ છાપ હોય કે જેની તેની પ્રશંસા કરે નહિ. તેમજ જેમ તેમ પ્રસંશા કરે નહિ. પ્રશંસા કરવામાં પણ એ વિવેકને ચૂકે નહિ. કરી પ્રશંસા સ્વપરહિતસાધક બનવાને બદલે સ્વપરહિતબાધક બને? પ્રશંસામાં ત્રણ વસ્તુ બને. ગુણની અનમેદના, અન્ય જીવોને ગુણીને પરિચય થાય અને એ દ્વારા અન્ય જીવમાં ગુણેની રૂચિ ઉત્પન્ન થાય છે. જેમાં વાસ્તવિક કેટિના-ગુણની અનુમોદના હોય. નહિ અને જે પ્રશંસા અન્ય જેમાં ગુણી તથા ગુણ પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરનારી હેય નહિ, તે પ્રશંસા સ્વપરહિતની સાધક થવાને બદલે સ્વપરહિતની ઘાતક પણ બને, એ સ્વાભાવિક છે. ગુણ કયા એ ભૂલશો નહિ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર, આ. ત્રણ ગુણ છે. આ ત્રણ ગુણેને પમાડનારી, ખીલવનારી અને એ ત્રણ ગુણે પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરનારી પ્રશંસા હોવી જોઈએ, એ સિવાયની પ્રશંસા એટલે કે–એથી વિપરીત પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે તેવી પ્રશંસા, ઉન્માને પુષ્ટ બનાવનારી છે! આથી, સમજવું જોઈએ કે–શ્રી વીતરાગના શાસનને પામેલા આત્માની પ્રશંસા, એ પણ સ્વપરના અવગુણેને ટાળવાનું અને વાસ્તવિક કેટિના ગુણેને પેદા કરવાનું ઉત્તમ પ્રકારનું સાધન છે. એનો વિવેકહીનપણે યથેચ્છ ઉપયોગ થાય નહિ. પ્રશંસાને હેતુ : જે આત્માઓ ગુણ-અવગુણની વૃદ્ધિને ખ્યાલ રાખ્યા વિના પ્રશંસા કરે છે, તેઓ, વસ્તુતઃ પ્રશંસા નથી કરતા, પણ ભાટાઈ કરે છે. - - - એવી ભાટાઈ કરનારાઓ જેમ પિતાના આત્માને ડુબાવે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy