________________
ર૪]
સમ્યગ્રદશન-૧ નિશાળે મૂકે, તે એમાં કઈ ભણે ખરે! શિક્ષક કહેશે કે–આ એકડે કહેવાય, એટલે પેલે પૂછે કે–આને એકડે કેમ કહેવાય ? એકડો ઘૂંટવાની વાત આવે, ત્યાંથી એ, શિક્ષકનું માથું પકવવા માંડે. ત્યારે સામાન્ય ભણતર માટે પણ, શિક્ષક કહે તે માને તેવો હોય તે જ ચાલે. બાલ્યકાળ એ કે–વાળ્યો વળે. તેમ તે અભણ પણ નભી જાય, તરી જાય, કે જે ગીતાર્થની નિશ્રામાં જ વતે. એનામાં વાળ્યો વળે એવો ગુણ જોઈએ.
કેટલાકે તે પ્રાયઃ એવા અજ્ઞાન છે કે–શાસ્ત્રની વાતમાં પણ પિતાની વાતની જીદ લઈને બેસે. સાધુની પાસે ધાર્યું કરાવવા મથે અને સાધુ હા કહે ત્યારે જ પે, એવા પણ છે. શાસ્ત્ર જેમાં સમ્મત ન હોય, તેમાં સાધુ હા પાડે એવું તમે કહો તે તમે એમનું કહ્યું માન્યું કહેવાય કે તમારું કહ્યું સાધુએ માન્યું, એમ કહેવાય ? સાધુ ના કહે, તેય આ તે એની જ વાત કર્યા કરે કે-કાંઈક તે શેધી કાઢે ! પણ ન હોય તે શેાધે ક્યાંથી? વિશ્વાસ મૂકે વિચાર કરીને, તપાસ કરીને, પણ જેના ઉપર વિશ્વાસ મૂક્યો, તેની સામે જીદ થાય નહિ. શાસ્ત્રના નામે કહેલી વાતમાં ફેરફાર લાગે, તે વારંવાર પૂછી શકાય અને શાસ્ત્રના વચનથી ઊલટું કહે છે–એવી ખાતરી થાય તે છોડી પણ દેવાય, પરંતુ એમાં પોતાની વાતનેપિતાની માન્યતાને અંશે પણ આગ્રહ ન જ જોઈએ.
અજ્ઞાન છે તે સદગુરુ પાસે નાના બચ્ચા જેના બની જાવ. નાનાં બચ્ચાં ગમે તેવાં તેફાની, તેય બચ્ચાં તે બચ્ચાં. મે તે ઝટ સવાલ કરે કે–આ બેઠે છે ને મને ઊભે કેમ રાખે છે ? જે એને કહીએ કે–તારી ભૂલ છે, તે એ કહેશે કે ભૂલ સાબિત કરે ! નાનાં તે બેસ કહે બેસી જાય. કદાચ આડાઈ કરે તે ધેલ માર્યો પણ રડીને બેસી જાય. તમે એવા છે ? એઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રાથી તમે વર્તે, તે તમે અભણ હોવા છતાં પણ તરી જાવ; બાકી તે, તમારી શી ગતિ થાય—એ તમે જ વિચારી લે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org