SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન : શ્રી ઉવસગ્ગહરે તેત્રમાં સમ્યક્ત્વની આવશ્યકતા અને મહત્તા દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે तुह सम्मत्ते लद्धे, चिन्तामणि-कप्पपायवभहिए । पावति अविग्घेण, जीवा अयरामरं ठाण ॥८॥ આવી જ રીતે, અનેકાનેક પરમ ઉપકારપરાયણ મહાપુરુષોએ ઠામ ઠામ સમ્યગ્દર્શનની આવશ્યકતા અને મહત્તા દર્શાવી છે. એ “સમ્યગદર્શન ગુણને અવલંબીને થયેલાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીનાં ઉપલબ્ધ સઘળાં પ્રવચનાને સંકલિત કરીને “શ્રી જિનવાણું પ્રચારક ગ્રંથમાળાના ચેથા પુસ્તક “સમ્યગ્દશન તરીકે પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. “શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા”ને ઉદ્દભવ થયે ત્યારે અમે પ્રથમ તબક્કે ચાર પુસ્તક બહાર પાડવા નકકી કરેલું તે મુજબ આ ચોથું અને છેલ્લું પુસ્તક બહાર પડી રહ્યું છે. ધારવા કરતાં સમયમર્યાદા છેડી વધારે થઈ છે; પરંતુ, તેમાં અમે નિરુપાય હતા. આ પુસ્તક પહેલાં તો બે વિભાગમાં બહાર પાડવા ધારેલું, પરંતુ પુસ્તક લગભગ અધુ છપાયા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સમ્યગ્દર્શન વિષયક સઘળું લખાણ એક જ પુસ્તક રૂપે પ્રગટ થાય તે જિજ્ઞાસુઓને વધારે સગવડભર્યું રહેશે. પરિણામે પાંચસો ઉપરાંત પિજનું આ દળદાર પુસ્તક ગ્રંથમાળાના ગ્રાહકોના હાથમાં આવી રહ્યું છે, તેની પૂજ્યપાદ શ્રીજીના સાહિત્યના પ્રેમી ગ્રાહકોને નોંધ લેવા વિનંતિ છે. આ પુસ્તકનું સંપૂર્ણ સંકલન કરી આપવા બદલ અમે પૂજ્યપાદશ્રીજીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીતિયશવિજયજી મહારાજના તેમજ મુફ સંશાધનાદિ કાર્ય કરી આપવા બદલ પૂજ્યપાદશ્રીજીના પટ્ટધર પ્રશાંતમૂર્તિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય જિતમૃગેક સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હેમભૂષણવિજયજી મહારાજના અત્યંત ઋણી છીએ; તેમજ બીજા પણ જેઓ તરફથી સીધી કે આડકતરી સહાય મળી છે તે સૌને આ તકે અમે આભાર માનીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy