SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] સમ્યગ્રદર્શન-૧ ચમાં આવીને ધર્મને મૂકી દેવાને તૈયાર થાય નહિ. એ તે પિતાને સુખ આપવા આવનારને પણ સમજાવી દે કે- આ સુખમાં સરવાળે સાર જેવું કાંઈ નથી અને એમાં જે ફસાય તે સંસારના દુખમાં ખૂપ્યા વિના રહે નહિ.” શ્રી અનાથી મુનિએ શ્રી શ્રેણિક મહારાજને શું કહ્યું? શું સમજાવ્યું ? શ્રી શ્રેણિક મહારાજ તે એમને સુખ આપવાને માટે જ આવ્યા હતા ને? એ વખતે શ્રી શ્રેણિક મહારાજ મિથ્યાદષ્ટિ હતા. સંસારના સુખમાં જ સાચું સુખ માનનારા હતા. એક વાર પરિવાર સાથે એ ફરવા નીકળેલા. એમાં એમણે એક વાટિકામાં ચમ્પક વૃક્ષની છાયામાં પથર ઉપર બેસીને તપ તપતા એક મહાત્માને જોયા. મહાત્માની વય જોઈ. રૂપ જોયું. એને જોતાં જ શ્રી શ્રેણિકને એમ થઈ ગયું કે-“આવે રાજકુમાર જે આ યુવાન, આવું કષ્ટ શા માટે વેઠે છે? જરૂર આની પાસે સુખની સામગ્રી નહિ હોય, નહિ તે આ આદમી આ ઉંમરમાં બા કેમ થઈ જાય ?” સંસારના સુખના રસિયાને સાધુ બાવા જેવા લાગે, ભીખારી જેવા લાગે, એમાં નવાઈ નથી. આવું શ્રી શ્રેણિક મહારાજને લાગે છે, કેમ કે-મિથ્યાવ કામ કરી રહ્યું છે, પણ મિથ્યાત્વવાળી અવસ્થામાં એ માણસ તરીકે સારા માણસ છે, એટલે એમને એમ થાય છે કે-જે આ યુવાન કેઈ સુખની ખામીથી નીકળી ગયું હોય અને આ કષ્ટના માર્ગે ચઢી ગયો હોય, તે હું આને પૂછું અને એની ખામી ટાળી દઉં ! એને સુખ જોઈતું હેય તે હું આપું અને એને સુખી કરી દઉં, એમ એમને થાય છે. આજે કેટલાકે વાત કરે છે કે–“દુઃખી થયા એટલે સાધુ થઈ ગયા !” પણ એ કેઈનેય પૂછવા જાય ખરા કે-“તમે કયા દુખે સાધુ થઈ ગયા છે ? “તમારું જે દુખ હોય તે કહે અને મારી શક્તિ મુજબ તમારા એ દુઃખને ટાળ્યા વિના હું નહિ રહું.—એમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy