SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર ] [ , " - * . .' સમ્યગ્ગદર્શન–૧ આત્માને સંસારથી જે તારે એ જ ખરેખરું મંગલ છે ! જેનામાં સંસારથી તારવાની તાકાત નહિ, તે વસ્તુતઃ મંગલ નહિ. મંગલ તરીકે સંસારમાં ઘણી વસ્તુઓ ગણાય છે, પણ નિયમા મંગલકારી જે કઈ પણ વસ્તુ હોય તે તે એ વસ્તુ છે, કે જેનામાં આત્માને સંસારથી તારવાની શક્તિ રહેલી છે. સંસારથી તારનારી ચીજને પણ આપણે જે વિપરીત પ્રકારે ઉપયોગ કરીએ, તે તે ચીજ આપણે માટે મંગલરૂપ બને નહિ ! સમ્યગ્દષ્ટિને માટે સંસાર પણ મંગળરૂપ બની જાય ? સમ્યગ્દષ્ટિને સારેય સંસાર મંગલરૂપ બની જાય, એમ પણ બને. સ, સંસાર! અને એ મંગળરૂપ બને ? - હા...! કારણ કે–સમ્યગ્દષ્ટિ સંસારને પણ સંસારથી તરવામાં સહાયક બનાવી દે છે માટે! સમ્યગ્દષ્ટિ આત્મા પુણ્યને લઈને રાજ્યાદિકની ઋદ્ધિ-સિદ્ધિને પામે, દેવગતિમાં સારા સ્થાને દેવ બને, ચાવત્ સર્વાથ સિદ્ધ સુધી પહોંચે. આ બધુ શકય છે. સારામાં સારા પુણ્યને સ્વામી બની શકે તે સમ્યગ્દષ્ટિ આત્મા જ બની શકે અને પુર્યોદય દુનિયાની સારી સારી સામગ્રીને યંગ મેળવી આપે એમાંય નવાઈ નહિ, પણ એ બધાની વચ્ચે સમ્યગ્દષ્ટિ આત્મા રહે કે, એ જાણે છે? એ બધી સામગ્રી અને સંસારથી તરવામાં સહાયક થાય એવી રીતે એ રહે. " સંસારની બધી ચીજો એને મૂંઝવનારી નીવડે નહિ, પણ એના વિરાગને વધારનારી નીવડે. એ બધી ચીજો તે કહે છે કે–મારામાં કોઈએ ફસાવા જેવું નથી. પણ એના એ અવાજને સાંભળે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy