SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩૪ સંસાર તે જે છે તે જ ઊભા રહેવાને !? આ વાત જે ખ્યાલમાં આવી જાય તે બધિ એ કેટલી બધી કિંમતી વસ્તુ. છે, તેને ખ્યાલ આવે, એટલે આ વાત તમારા હૈયામાંથી જ વાણી રૂપે બહાર નીકળવી જોઈએ. અને યથાશક્તિ વર્તનમાં ઊતરવી જોઈએ. બોધિને યોગે નિર્મમભાવ પ્રગટે બેધિને પામેલે સંસારમાં રંજિત ન થાય, તેનું કારણ શું? એ કેમ સંસારમાં રંજિત ન થાય? કારણ એ છે કે–જે બાધિને પામે છે, તેનામાં નિર્મમભાવ આવે છે. બધિ પામતાં પૂર્વે જે “આ મારું–આ મારું” એમ હતું તેને બદલે બેધિ. પામ્યા પછી થયું કે-“આય મારું નહિ–આય મારું નહિ!” દુનિયાના કઈ પણ પદાર્થને મારો માનવાની બુદ્ધિ રહે નહિ. સંગાસંબંધી કઈ મારા નહિ. આ નિર્મમભાવ તમારા હૈયામાં પેદા થયે છે? શાસ્ત્ર કહ્યું છે કે–ધિ સંસારમાં બધાને મળતું નથી. જેને સંસારકાળ કેવળ અર્ધપુદગલપરાવર્તકાળથી પણ ન્યૂન હોય, તેને જ બેધિની પ્રાપ્તિ થઈ શકે છે. તે પણ જે મહા ઉદ્યમી બને તેને મળે છે, એ વિના મળવું કઠિન છે ! એટલે બીજાઓને બેધિ પ્રાપ્ત ન થાય, તેમાં આશ્ચર્ય પામવું નહિ અને ખેદ પણ પામવો નહિ! એવા જીવોની તે દયા જ ચિતવવી પડે અને ભારે અગ્યતા લાગે તે ઉપેક્ષા પણ સેવવી પડે, મમતા જવી અને નિર્મમતા. આવવી, એ કાંઈ સહેલી વસ્તુ છે? અત્યારે તમે જેટલું જેટલું પિતાનું માન્યું છે અને જે જે મળે ત્યારે તેને તેને પિતાનું માનવા તૈયાર છે, એ બધાને માટે બધિ પામેલા આત્માને એમ લાગે કે–આ મારું નથી, એ કાંઈ રમત વાત છે? પણ નિર્મમભાવ આવે એ જેમ કઠિન છે તેમ આવશ્યક પણ એટલું જ છે કારણ કે–નિર્મમભાવ આવ્યા વિના ચાલી શકે એવું નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy