________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૯૭ શાથી આવા અસત્ય સિદ્ધાન્તનું સ્થાપન કરવાને પ્રસંગ આવી લાગે ? રેહગુપ્ત જે પહેલેથી જ એને એમ કહ્યું હતું કે હું જન સિદ્ધાન્તને માનું છું અને તું એ સિદ્ધાન્તને માનતે નથી, માટે, તું જે સિદ્ધાન્તને માનતે હો તે સિદ્ધાન્તનું સ્થાપન તું કર. એટલે તે સ્થાપિત કરેલ સિદ્ધાન્ત કેમ તથા કેવા પ્રકારે બેટ છે અને જન સિદ્ધાન્ત કેમ તથા કેવા પ્રકારે સાચે છે, તેનું સ્થાપન હું કરીશ.” તે શું થાત? એણે જો આવું કહ્યું હતું, તે પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું એથી એનું ખંડન કરવું જ જોઈએ—એ વિચાર ઉત્પન્ન થવા પામત નહિ; પણ, પહેલેથી એણે તે એવું જ કહ્યું કે તું જે કહીશ, તેને હું ખડીશ.” એટલે જ મૂંઝવણ ઊભી થઈ
રોહગુપ્ત પહેલેથી એના પક્ષનું ખંડન કરવાનું કહ્યું, એમાં પણ વિદ્વત્તાની ખુમારીએ કામ કર્યું છે, એમ જણાઈ આવે છે. એથી જ, રેહગુપ્ત, ગમે તેમ કરીને પણ પરિવ્રાજકને હરાવ–એ નિર્ણય કર્યો. નહિતર, એમ થાય કે–શ્રી જિનવચનથી વિરુદ્ધ બેલીને, મારી જીત થઈ એવું કહેવડાવવાની મૂર્ખાઈ મારાથી કેમ થાય?
રોહગુપ્ત, જગતમાં જીવ અને અજીવ-એમ બે જ નહિ, પણ જીવ, અજીવ અને જીવ–એમ ત્રણ રાશિ હોવાનું પ્રતિપાદન, એવી તે સટ રીતે કર્યું કે-પરિવ્રાજક એની સામે કાંઈ કહી શક્યો નહિ; રેહગુપ્તની બેટી પણ યુક્તિઓને એ તેડી શક્યો નહિ; અને એથી જ, પરિવ્રાજક, ઉપદ્રવ કરીને જીતવા ઉપાય અજમાવ્યું. શ્રીગુપ્ત નામના આચાર્યભગવાને રોહગુપ્તને જેવું કહ્યું હતું તેવું જ બન્યું,
પિટ્ટશલ પરિવ્રાજકે પહેલાં તે વીંછીઓ વિકર્યા. એ વીંછીઓ રેહગુપ્તને કરડવાને માટે દોડ્યા, એટલે રેહગુપ્ત મયૂરોને વિક્રવ્ય અને તે મયૂરોએ વીંછીઓનો નાશ કરી નાખ્યા. પિતાના વિકલા વીંછીઓને નાશ થઈ ગયેલો જોઈને, પરિવ્રાજકે, મેટા સર્પોને વિફર્યા એટલે રેહગુપ્ત પણ નેળિયાઓને વિકુર્લા અને તે નેળિયાઓએ સર્પોને નાશ કરી નાખ્યું. સર્પોને પણ નાશ થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org