________________
(૯૪) પ્રધાન–રાજન ! આપ જાણે ડરતાં ડરતાં બોલતા હે. એવું મને લાગે છે, રાજ્યના થોડા માણસને હું જમાડું અને બીજ રહી જાય એ વાત મને રૂચતી નથી.”
રાજા–“મત્રિરાજ ! ત્યારે તમે કેટલા માણસેને જમાડવા ચાહે છે ? રાજ્યના લશ્કર સહિત તમામ માણસને તે તમે નહિજ જમાડી શકે. કારણ કે તેનું પ્રમાણ ઘણું જ મોટું છે.”
મંત્રી—નામદાર ! તેમાં મારે ગભરાવાનું કંઈ કારણ નથી. આ૫ જેટલા માણસો લઈ પધારશે, તેટલા બધાને હું સત્કાર કરી શકીશ. માટે આપ કોઈ જાતને સંકેચ રાખશે નહિ.
રાજ પિતાના મનમાં વિચારવા લાગ્ય-“અહો ! ” સંગી શું કરવા ધારે છે ? આ દુનીયામાં મારા સિવાય એ કઈ રાજા, પાદશાહ કે શાહુકાર નથી કે જે મારા તમામ માણસેને પાણી પણ પાઈ શકે. તે પ્રધાન વળી તેમને જમાડવા તૈયાર થયે છે. એ પિતાની મોટાઈમાં તણાતે જાય છે, પણ પછી તેનું પરિણામ શું આવશે, તેને તલભાર પણ એ વિચાર કરતું નથી. વાહ! મતિસાગર! તારી મતિ સાગરે ન્હાવા ગઈ છે કે શું ?”
એમ ચિંતવીને તેણે મંત્રીને કહ્યું–મંત્રીશ! દરેક કામ પ્રથમથી જ લાંબો વિચાર કરીને કરવામાં આવે, પાછ ળથી પશ્ચાત્તાપના પ્રવાહમાં તણાવાને વખત આવતો નથી. છતાં તમે આટલી બધી હિંમ્મત બતાવીને એ કામ સાધી શકે, તે સંતોષ પામવા જેવું છે. મારી તે એજ ભલામણ છે કે હજી પણ તમે વિચાર..............”
મંત્રી—નામદાર હું પૂરતે વિચાર કરીને જ આવ્યું છું હું મારા વચનને નિર્વાહ બરાબરે કરી શકીશજ, આપ તે બદલ નિશ્ચિંત રહેજે. મતિસાગરનું વચન કદિ મિથ્યા નહિ
થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org