________________
મને જે કીંમતી સહાય આપી છે. તેને બદલે જીંદગીભર એ. મની સેવા કરતાં પણ મારાથી વાળી શકાય તેમ નથી. એ બહુજ પવિત્ર દિલના અને સંતાષી છે. માટે હવે એમને મારી સાથેજ રાખીશ અને એમના સહવાસથી મારા જીવનને વધારે ઉજજવળ બનાવીશ.”
મંત્રી - પ્રિયતમા ! એ તારી ઉદાર અભિલાષા મારા મનને વધારે આનંદિત બનાવે છે. આપણી સંપત્તિના લાભ બીજાને કેમ મળી શકે–એજ તારે અને મારે વિચાર કરવાને છે. એક સામાન્ય પશુની જેમ એકલપેટા થઈ જીંદગી ગાળવી તે અધમ માણસનું લક્ષણ છે. હવે તારાથી લોકહિતના કામમાં જે કાંઈ વપરાય તે વાપરજે. દુનીયામાંના મનુષ્ય અને મુંગા પ્રાણીઓની સેવા બજાવતાં કદાચ આ સમસ્ત સંપત્તિનો ભેગ આપવો પડે, તે પણ મારી દરકાર કરીશ નહિ અને કંજુસાઈથી મનને સંકુચિત બનાવીશ નહિ.”
એમ પોતાની અર્ધાગનાને ભલામણ કરીને મંત્રીએ અભયા ડેસીને વિનયથી પ્રણામ કર્યો. ડેસીએ દીઘાયુષી થવાના આશીર્વાદ આપ્યા.
પ્રધાનની પ્રભુતાની વાત, સમસ્ત નગરમાં વીજળીના વેગે પ્રસરી ગઈ અને તે રાજાના સાંભળવામાં પણ આવી. આ વખતે રાજા રાજસભામાં બેઠે બેઠે સચિવની સંપત્તિનો સંદેશ સાંભળી રહ્યો હતો. તેણે ચકિત થઈને પિતાની પાસે બેઠેલા ચંદનદાસ શેઠને પૂછયું–શું મતિસાગર મંત્રી આવી ગયે? અરે ! આટલા જ દિવસમાં તે પોતાના પુણ્યને પ્રભાવ શું સિદ્ધ કરી અ ?”
એવામાં પાસે બેઠેલ એક રાજસેવક કે જે મંત્રીના પક્ષને ચાહતો હતો તે બેલ્યો–મહારાજ ! અત્યારે મંત્રી જે સંપત્તિમાં બેઠે છે તે ખરેખર! મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી કે તેવી છે, તે એક દિવ્ય મહેલને માલીક થયે છે, કે જે મહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org