________________
(૮૯) પ્રાણનાથજ પધાર્યા હોય, છતાં મારે પર પુરૂષ સાથે એકલા જવું એ કેટલું અનુચિત ગણાય ?'
એ પ્રમાણે વિચારીને વિજ્યા ડે.સી પાસે આવી. તેને અપૂર્વ શણગાર જોતા અભયા અજાયબી પામીને બોલવા જતી હતી એટલામાં વિમા કહેવા લાગી–ડેસીમા! આજનો સુભાગ્યને સુર્ય ઉગે. પ્રાણનાથની પધરામણી થઈ, તેમણે આ શણગાર મેકલાવેલ છે. તે સજીને અત્યારે જ મને પિતાની પાસે બેલાવે છે. પણ માજી! તમારા પર મારે સગી માતા એટલે હેત છે. તે તમને મુકીને હું એકલી કેમ જાઉં ? હવે તે જ્યાં હું ત્યાં તમે, તમને મારે અલગ નથી રાખવા. તમે તે મારા માવિત્ર થઈ ચુકયા છે.”
આથી ડોસીના પ્રમાદનો પાર ન ર. વિજ્યા પિતાની ઉન્નત સ્થિતિમાં મને આટલું બધું માન આપશે” એમ તેણીને સ્વને પણ ખ્યાલ ન હતો, પણ આતો વિજ્યાના ભાગ્યની સાથે પિતાનું પણ ભાગ્ય ઊઘડી ગયું. પુણ્યની પ્રશંસા કરવા લાગી. વિજ્યાની ઉત્તમતાને તે અંતરમાં વખાણવા લાગી—“અહા ! વિજ્યાનું મન કેટલું મોટું ? ઉલટું એ મને અહીં આવતાં એક દાસીની જેમ બધું કામ કરી આપતી હતી, મારા હાથમાંથી કામ લઈને પોતે કરી નાખતી, છતાં મારે ઉપકાર માનતી અને માતાના જેટલું મારું માન સાચવતી હતી. વળી એણે આટલા વખતમાં એક પૈસાને પણ મને ખર્ચ કરાવ્યા નથી. ઉલટું પિતે રેંટીયામાંથી મળતા પૈસામાંથી મારા માટે ખર્ચતી, છતાં પગલે પગલે મારું માન સાચવતી હતી. ધન્ય છે રમણી રત્ન ! તને કેટિવાર ધન્ય છે! તારા જેવી દિવ્ય દેવીઓથીજ આ વસુધરા રત્નગર્ભા છે. આર્યાવર્તની અખંડ કીર્તિને જાળવી રાખનાર તારા જેવી શાણી સતીઓને હજારવાર નમસ્કાર છે. .
એમ મનમાં જ તેણના વખાણ કરીને ડેસીમા વિયાની સાથે જવાને તૈયાર થઈ ગઈ. હર્ષ અને પ્રેમના અનેક ઉમળકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org