________________
(૮૭) સાથે અને રાત્રે નક્ષત્ર સાથે જાણે વાત કરે તેને લાગતું. દરેક મજલામાં દિવ્ય રાચરચીલા ગોઠવી દેવામાં આવ્યા, દુનીયામાં શેાધી ન જડે એવી ભારેમાં ભારે કીંમતી ચીજો તેમાં શેઠવાઈ હતી. કઈ ઉંઘતા મનુષ્યને ત્યાં લાવવામાં આવે, તે જાગ્રત થાય, ત્યારે જરૂર તે પોતાને સ્વર્ગના વિમાનમાં બેઠેલે જ માની લે. અલકાપુરી અને અમરાવતીના કારીગરોને બોલાવવામાં આવે, તેજ મહીપીઠ પર એવા મહેલની રચના થઈ શકે. દુનીયાના ગમે તેવા કુશળ કારીગરે આવીને ભેગા થાય અને બાર વરસ સુધી વિચાર ચલાવીને કેક કેરા કાગળ બરબાદ કરે. છતાં તેનું પલાન (ન) ચિતરી ન શકે. વળી તેના દરેક મજલાપર કેટલીક જોઇતી ચીજ તરત હાજર થાય.
મહેલની તમામ ગેઠવણ થઈ ગયા પછી નાટક અને સંગીતના કેટલાક પાત્ર હાજર થયા. આ દિવ્ય સંગીત અને વાજીંત્રને નાદ પવનના વેગે ગામમાં પ્રસરી ગયે. એટલે કેટલાક સંગીત પ્રિય લોકે નિદ્રાદેવીનું અપમાન કરીને પણ પોતાના ઘર બેઠે આશ્ચર્યથી સંગીત સાંભળવા લાગ્યા. આ અણધાર્યો નાદ પ્રસરતાં ઘણું લેકે આશ્ચર્ય મુગ્ધ બની ગયા. ઠેઠ રાજમહેલ સુધી આ નાદ પહોંચ્યા અને તેથી રાજા પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. કહ્યું છે કે,
"मुखिनि सुखनिषेको दुःखितानां विनोदः,
श्रवणहृदयहारी मन्मथस्याग्रदुतः । नवनवरसकर्ता वल्लभः कामिनीनां,
जयति जगति नादः पंचमस्तूपवेदः"।
સુખી જનોના સુખમાં વધારે કરનાર, દુઃખી જનોને વિનોદ આપનાર, શ્રવણ અને હૃદયને વશ કરનાર, મન્મથના મુખ્ય દૂત સમાન નવા નવા રસને ઉત્પન્ન કરનાર અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org