________________
"मसेभकुंभदलने भुपि सन्ति शूरा
केचित्प्रचंडमृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रवीमि बलिना पुरतः प्रसह्य,
कन्दर्पदर्पदलने विरला मनुष्याः" ॥ શૂરાતનના મદમાં મસ્ત નારા શૂરાઓ! સાંભળે મદેન્મત્ત ગજરાજેન કુસ્થળ ભેદી નાખનારા, પૃથ્વી પર ઘણું શૂરવીરે હશે અને કેટલાક પ્રચંડસિંહને વધ કરવામાં ચાલાકી બતાવનાર એવો દક્ષ જને પણ ઘણા હશે, પરંતુ હું તેવા બેલવા તેની આગળ છાતી ઠોકીને કહું છું કે-કન્દપના દર્પનું દલન કરનારા, દુનીયામાં કઈ વિરલાજ વીર પુરૂષ હશે.'
- ત્યારે આવા શૂરાઓ, પ્રબળ પંડિત અને ધરાને ધ્રુજાવનાર ધીરાઓ પણ મન્મથની આજ્ઞાને માન આપી એક પગે ઉભા રહે છે, તે આ બિચારા પ્રચંડસિંહનું શું ગજુ કે તેના તીવ્ર પંચ બાણથી બચેવા પામે સીતાને સતાવનાર રાવણ રણમાં રેળા અને દ્રૌપદીને દબાવનાર દુર્યોધન બેહાલ થયા. અરે ! પાપી પ્રચંડ! લવિયનો ભય રાખ. છેવટે કામની કુટિલ જાળમાં બંધાઈ જતાં પ્રચંડેસિંહે વિચાર કર્યો કે- આ કામ મારે દેસ્ત દુષ્ટસિંહ જરૂર સાધી આપશે. કદાચ વાત આગળ લાવતાં રાજા સુધી જશે, તે પણ કહી શકાશે કે –“બાપુ ! એ શિકાર તે તમારા માટે હતો? ઠીક છે, દુષ્ટસિંહ આવે છે. તેને અત્યારે સમજવીને વાકેફ કરૂં અને જેમ બને તેમ એ કાસ ઉતાવળથી કરવાની તેને સૂચના આપી દઉં..
“કેમ ! આજે કેવા ગંભીર વિચારમાં ઉતરી પડે છે?? દુસિહે આવતાં જ પ્રશ્ન કર્યો
. આજે એક અગત્યનું કામ તમને સેંપવાનું છે. બેલે', મિત્ર! બજાવી શકશે ? પ્રચંડસિંહે પ્રસ્તાવના કરી. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org